જલદી મમ્મી બનશે કિશ્વર મર્ચન્ટ

04 March, 2021 11:04 AM IST  |  Mumbai | Mumbai correspondent

જલદી મમ્મી બનશે કિશ્વર મર્ચન્ટ

જલદી મમ્મી બનશે કિશ્વર મર્ચન્ટ

ટેલિવિઝન ઍક્ટર કિશ્વર મર્ચન્ટ અને હસબન્ડ સુયશ રાય ઑગસ્ટમાં પેરન્ટ્સ બનવાનાં છે. કિશ્વર ‘એક હસીના થી’ અને ‘ઇતના કરો ના મુઝે પ્યાર’ના પર્ફોર્મન્સ માટે ફેમસ છે. આ ગુડ ન્યુઝ કિશ્વરે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા હતા. એથી અનેક સેલિબ્રિટીઝે તેમને શુભેચ્છાઓ આપી હતી. કિશ્વર અને સુયશે ૨૦૧૬ની ૧૬ ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. કિશ્વરે સુયશ સાથેનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં બન્ને દરિયાકિનારે છે. સુયશ કિશ્વરનો હાથ પકડીને ઘૂંટણ પર બેઠો છે. રેતી પર બેબીનાં શૂ રાખેલાં છે અને રેતી પર લખેલું છે ઑગસ્ટ ૨૦૨૧. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કિશ્વરે કૅપ્શન આપી હતી કે ‘તમે હવે મને એ પૂછવાનું બંધ કરો કે અમને બેબી ક્યારે થવાનું છે. ઑગસ્ટ ૨૦૨૧માં જલદી જ આવશે.’
આ ફોટો પર કમેન્ટ કરતાં સુયશે લખ્યું હતું કે ‘મૈં તેરે બચ્ચે કા બાપ બનનેવાલા હૂં.’

bollywood bollywood news entertainment news