કીર્તિ કુલ્હારીએ સિગ્નલ સ્કૂલ ને રોટીઘર સંસ્થાનાં બાળકો સાથે કરી ધમાલ

10 December, 2019 10:04 AM IST  |  Mumbai

કીર્તિ કુલ્હારીએ સિગ્નલ સ્કૂલ ને રોટીઘર સંસ્થાનાં બાળકો સાથે કરી ધમાલ

કીર્તિ કુલ્હારી

‘મિશન મંગલ’માં જોવા મળેલી કીર્તિ કુલ્હારીએ સિગ્નલ સ્કૂલ - અ ગોલ્ડન રે ઑફ હોપ અને રોટીઘર સંસ્થાનાં જરૂરિયાતવાળાં બાળકો સાથે સમય વિતાવ્યો હતો. સિગ્નલ સ્કૂલ - અ ગોલ્ડન રે ઑફ હોપ સંસ્થા-થાણેનાં સિગ્નલ્સ પાસે રહેતાં બાળકોને મૂળભૂત શિક્ષણ આપવાની દિશામાં કામ કરે છે. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સમર્થ ભારત વ્યાસપીઠના સહયોગથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. કીર્તિએ સંસ્થાનાં બાળકો સાથે ડાન્સ અને ગીતો ગાઈને સમય પસાર કર્યો હતો સાથે જ તે બાળકોનાં સપનાંઓ વિશે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, તે બાળકોએ તો પોતાના હાથે બનાવેલી વસ્તુઓ કીર્તિને ગિફ્ટમાં આપી હતી. તો બીજી તરફ રોટીઘર એક એવી સંસ્થા છે જે આવાં બાળકોને ભરપેટ ભોજન પૂરું પાડે છે. આ બન્ને સંસ્થાની પ્રશંસા કરતાં કીર્તિએ કહ્યું હતું કે ‘સામાન્ય રીતે આપણા સમાજમાં શું થઈ રહ્યું છે એ જાણવા માટે અમને સમય નથી મળતો. સિગ્નલ સ્કૂલ અને રોટીઘર જે કામ કરી રહી છે એ ખરેખર પ્રશંસનિય છે. આ સંસ્થાઓ આપણા દેશના ભવિષ્યનું યોગ્ય દિશામાં ઘડતર કરી રહી છે. આ લોકોને હું પ્રોત્સાહન આપવા માગું છું અને તેઓ સમાજમાં જે પણ સકારાત્મક પરિવર્તન લાવવા માગતા હોય તેમને સપોર્ટ આપવા માગું છું. તમે કોણ છો અને કેટલું યોગદાન આપી શકો છો એનાથી કોઈ સંબંધ નથી. જોકે દરરોજ થોડા ઘણા અંશે પણ જો શક્ય એટલો સાથ-સહકાર આપવામાં આવે તો લોકોની વિચારધારા અને સમાજમાં ખાસ્સું એવું પરિવર્તન લાવી શકાય છે.’

kirti kulhari entertaintment