મહિલાઓને પણ આર્મીમાં સમાન તક મળે એવા કોર્ટના ચુકાદાથી ખુશ કિર્તી

19 February, 2020 07:40 AM IST  |  Mumbai

મહિલાઓને પણ આર્મીમાં સમાન તક મળે એવા કોર્ટના ચુકાદાથી ખુશ કિર્તી

કિર્તી કુલ્હારી

કિર્તી કુલ્હારીનું કહેવું છે કે મહિલાઓને પણ આર્મીમાં એક સરખી તક મળવી જોઈએ. સૌથી પહેલાં આ વાત શૂજિત સરકારે રજૂ કરી હતી. ત્યાર બાદ ઘણી વ્યક્તિ એના સમર્થનમાં આવી છે. કિર્તીના પપ્પા રિટાયર્ડ નેવી ઑફિસર છે અને બહેન આર્મીમાં ડૉક્ટર છે. કૉમ્બેક્ટ યુનિટમાં પણ મહિલાઓના સમર્થન આપવા માટે કિર્તી આગળ આવી છે. અત્યાર સુધી આર્મીમાં મહિલાઓને ૧૪ વર્ષ માટે જ જોબ આપવામાં આવતી હતી. એજ્યુકેશનલ અને લીગલ ડિપાર્ટમેન્ટમાં જ મહિલાઓને પરમેનેન્ટ રાખવામાં આવતી હતી. આથી સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે મહિલાઓને પણ હવે પૂરુષની જેમ ગણવામાં આવે અને તેમને પરમેનેન્ટ જોબની સાથે પગાર, રૅન્ક અને પ્રમોશનમાં પણ એક ગણવામાં આવે. આ વિશે ઇન્સ્ટાગ્રામ પર કિર્તીએ પોસ્ટ કર્યું હતું કે ‘આ એક ઐતિહાસિક નિર્ણય છે. આ જીતને હું ફક્ત મહિલાઓ સાથે જ નહીં, પરંતુ પુરુષ સાથે પણ સેલિબ્રેટ કરવા માગુ છું. સમય બદલાઈ રહ્યો છે અને એની સાથે માઇન્ડસેટ પણ બદલાઈ રહ્યો છે. આપણી અંદર અને અન્ય વ્યક્તિમાં પણ આપણે આ જ બદલાવ લાવવા માગીએ છીએ. ફરી એક વાર તમે સુપ્રિમ છો એ સાબીત કરવા માટે સુપ્રિમ કોર્ટનો આભાર માનું છું. આ બદલાવને સ્વીકારવા માટે પણ હું ઇન્ડિયન આર્મીનો આભાર માનું છું.’

kirti kulhari bollywood news bollywood entertaintment