03 January, 2026 05:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવા વર્ષે કીર્તિ કુલ્હારીએ કરી પ્રેમ-પ્રકરણની સત્તાવાર જાહેરાત
‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ જેવી વેબ-સિરીઝમાં એકસાથે જોવા મળનાર કીર્તિ કુલ્હારી અને રાજીવ સિદ્ધાર્થે નવા વર્ષ ૨૦૨૬ના અવસરે આખરે પોતાના પ્રેમ-પ્રકરણની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. નવા વર્ષની ખુશીમાં તેમણે એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેમની પ્રેમભરી તસવીરો જોવા મળે છે. કીર્તિ કુલ્હારી અને રાજીવ સિદ્ધાર્થે પોસ્ટની કૅપ્શનમાં લખ્યું છે, ‘એક તસવીર ૧૦૦૦ શબ્દો જેટલી કિંમત ધરાવે છે... હૅપી ન્યુ યર, સૌને હૅપી ૨૦૨૬...’
આ રિલેશનશિપ પહેલાં કીર્તિ કુલ્હારીનાં લગ્ન ઍક્ટર સાહિલ સહગલ સાથે થયાં હતાં, પરંતુ પાંચ વર્ષ પછી ૨૦૨૧માં બન્ને અલગ થઈ ગયાં હતાં. અલગ થવાની જાહેરાત કરતી વખતે અભિનેત્રીએ સોશ્યલ મીડિયામાં એક નિવેદન જાહેર કર્યું હતું અને એમાં કહ્યું હતું કે આ નિર્ણય પરસ્પરની સંમતિથી લેવામાં આવ્યો હતો અને બન્નેને આ નિર્ણયથી કોઈ સમસ્યા નથી.