સાડી પહેરીને બિગ બૉસના ઘરમાં આવશે કિમ કર્ડાશિયન

18 November, 2014 04:47 AM IST  | 

સાડી પહેરીને બિગ બૉસના ઘરમાં આવશે કિમ કર્ડાશિયન

આ પહેલાં ‘બિગ બૉસ’ની ચોથી સીઝનમાં પમેલા ઍન્ડરસન પણ સાડી પહેરીને જ ઘરમાં આવી હતી. વાસ્તવમાં કિમ એક ઇન્ટરનૅશનલ પરફ્યુમની બ્રૅન્ડને લૉન્ચ કરવા આવતા શનિવારથી બિગ બૉસના ઘરમાં આવી રહી છે. વળી એમ પણ સાંભળવા મળ્યું છે કે શોના હોસ્ટ સલમાન ખાનની બહેન અર્પિતાનાં લગ્ન બાદ એકવીસ નવેમ્બરે મુંબઈમાં યોજાનારા રિસેપ્શનમાં પણ કિમ હાજર રહી શકે છે.