મારી સૌથી મોટી હિટ ફિલ્મ છે ખૂન ભરી માંગ : કબીર બેદી

16 August, 2019 10:34 AM IST  |  મુંબઈ

મારી સૌથી મોટી હિટ ફિલ્મ છે ખૂન ભરી માંગ : કબીર બેદી

મારી સૌથી મોટી હિટ ફિલ્મ છે ખૂન ભરી માંગ : કબીર બેદી

કબીર બેદીએ તેની ‘ખૂન ભરી માંગ’ને સૌથી મોટી હિટ ગણાવી છે. આ ફિલ્મ ૧૯૮૮ની ૧૨ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં રેખાએ એક વિધવાનું પાત્ર ભજવ્યુ હતું. ફિલ્મમાં રાકેશ રોશન તેના હસબન્ડની ભૂમિકામાં હતા. ફિલ્મને રાકેશ રોશને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની રિલીઝને ૩૧ વર્ષ થતા ટ્‍‍વિટર પર કબીર બેદીએ ટ્વીટ કર્યું હતું કે ‘૧૯૮૮માં રિલીઝ થયેલી ‘ખૂન ભરી માંગ’ની ૩૧મી ઍનિવર્સરી છે. રાકેશ રોશન ડિરેક્ટેડ આ ફિલ્મમાં રેખા અને મેં કામ કર્યું હતું. હું જ્યારે ટૉમ સેલેક સાથે હવાઇમાં ‘મેગ્નમ પી.આઇ.’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેમણે મને ફોન કર્યો હતો. હું જ શું કામ? મેં પૂછ્યું કે શું બૉલીવુડ હડતાળ પર ઉતર્યું છે? તેણે કહ્યું હતું કે ફિલ્મમાં હીરો વિલન બની જાય છે, એથી કોઈ હીરો આ રોલ નહીં સ્વીકારશે. આ મારી સૌથી મોટી હિટ છે.’

kabir bedi rekha