સોનમ ઇચ્છે છે કે ખૂબસૂરત સૌથી પહેલાં રેખાને દેખાડીએ

27 March, 2014 06:13 AM IST  | 

સોનમ ઇચ્છે છે કે ખૂબસૂરત સૌથી પહેલાં રેખાને દેખાડીએ



ફિલ્મનું શૂટિંગ શરૂ થયું એ પહેલાં પણ સોનમ રેખાને મળી હતી અને તેના આર્શીવાદ લીધા હતા. હવે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન ચાલી રહ્યું છે જે પૂરું થયા પછી ફસ્ર્ટ એડિટ કૉપી તૈયાર થશે. એ લઈને કપૂર સિસ્ટર્સ રેખાને મળશે અને તેને ફિલ્મ દેખાડશે. થોડો સમય પહેલાં રેખા અને સોનમ એક પાર્ટીમાં મળી ત્યારે પણ તેમણે ખાસ્સી વાર વાતો કરી હતી. એ સમયે જ સોનમે રેખાને ફિલ્મ દેખાડવા બાબતે કહ્યું હતું. રેખાએ હા પાડી એટલે હવે બન્ને બહેનો ફિલ્મ દેખાડવા જવાની છે.

ના, રીમેક નહીં

કપૂર સિસ્ટર્સની ‘ખૂબસૂરત’ માટે કેટલાક એવું કહે છે કે એ ઓરિજિનલ ‘ખૂબસૂરત’ની રીમેક છે તો કેટલાક આ વાતને રદિયો આપતાં કહે છે કે રિયા અને સોનમ હૃષીકેશ મુખરજીની જબરદસ્ત ફૅન હોવાથી તેમણે ‘ખૂબસૂરત’ અને ‘મિલી’માં જે પ્રકારનું મિલીનું કૅરૅક્ટર હતું એ પ્રકારનું કૅરૅક્ટર સોનમ માટે બનાવ્યું. આ એક સામ્ય સિવાય એ ફિલ્મ સાથે નવી ‘ખૂબસૂરત’ને કંઈ લાગતુંવળગતું નથી.

સાચું-ખોટું તો ફિલ્મ રિલીઝ થશે ત્યારે બહાર આવી જ જવાનું છે.