‘ખિલાડી ૭૮૬’ માટેની કારને અનાયાસ જ નંબર મળ્યો ૭૮૬

19 November, 2012 07:06 AM IST  | 

‘ખિલાડી ૭૮૬’ માટેની કારને અનાયાસ જ નંબર મળ્યો ૭૮૬



ફિલ્મના ક્રીએટિવ-પ્રોડ્યુસર રાકેશ ઉપાધ્યાયે શૂટિંગ માટેની બધી અરેન્જમેન્ટ કરી હતી. તેમણે ત્યાંના સ્થાનિક ડીલર પાસે આ કાર બુક કરાવી હતી અને જ્યારે કાર સેટ પર આવી ત્યારે એના પર ૭૮૬ નંબર જોઈને બધા દંગ રહી ગયા હતા.

અક્ષયકુમારને આ યોગાનુયોગથી ખૂબ થ્રિલર ફીલ થઈ હતી. આ બાબતે તેને લાગે છે કે ફિલ્મ માટે આ ઘણી પૉઝિટિવ બાબત બની રહેશે.

આ ગીતનું ડિરેક્શન અમેરિકન ડિરેક્ટર ડેવિડ ઝેનીએ કર્યું હતું. એનું શૂટિંગ દુબઈ નજીક મરગમ અને ઓમાનના હત્તામાં થયું હતું. પીયૂષ પંચાલે એની કોરિયોગ્રાફી કરી છે.