19 October, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સાઉદી અરેબિયાના રિયાધમાં બૉલીવુડની ખાનત્રિપુટી ભેગી થઈ હતી
સાઉદી અરેબિયાના રિયાધમાં બૉલીવુડની ખાનત્રિપુટી ભેગી થઈ હતી. જૉય ફોરમ 2025 નામની એક ઇવેન્ટમાં આમિર ખાન, શાહરુખ ખાન અને સલમાન ખાને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની તેમની સફર વિશે વાતો કરી હતી.
ગાયકીની તાલીમ લઈ રહેલા આમિરે આ પ્રસંગે સંજીવ કુમારની ૧૯૬૮ની ફિલ્મ ‘અનોખી રાત’નું ગીત ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં...’ ગાયું હતું. આમિર બેઠાં-બેઠાં ગાતો હતો ત્યારે પાછળ ઊભા રહીને શાહરુખ-સલમાન હળવો ડાન્સ કરીને તેને સાથ આપી રહ્યા હતા.