KGF Chapter2 Teaser: જાણો ક્યારે આવશે KGF2નું ટીઝર

06 January, 2021 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

KGF Chapter2 Teaser: જાણો ક્યારે આવશે KGF2નું ટીઝર

તસવીર સૌજન્ય જાગરણ

KGF Chapter 2 આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મોમાંની એક છે. પહેલા ચેપ્ટર પછી ચાહકોમાં બીજા ભાગને લઈને ઉત્સુકતા ખૂબ જ વધી ગઈ છે. આ વખતે ફિલ્મમાં યશ, સંજય દત્ત સામે જોવા મળશે. ફિલ્મનું ટીઝર યશના જન્મદિવસે 8 જાન્યુઆરીના રિલીઝ કરવામાં આવશે અને હવે ટીઝરના રિલીઝ થવાનો સમય જણાવવામાં આવ્યો છે.

કેજીએફ ચેપ્ટર 2માં રવીના ટંડન પણ એક મુખ્ય ભૂમિકામાં દેખાશે. રવીનાએ મંગળવારે ફોટો શૅર કરીને લખ્યું, "ખૂબ જ ઉત્સાહિત છું. 3 દિવસ હજી બાકી છે. રમિકા સેન પ્રસ્તુત છે. 8 જાન્યુઆરીના કેજીએફ ચેપ્ટર 2ના ટીઝર સવારે 10.18 વાગ્યે રિલીઝ કરવામાં આવશે."

કેજીએફ ચૅપ્ટર 2નું નિર્દેશન પ્રશાંત નીલ કરી રહ્યા છે. આ પહેલા પ્રશાંતે સોમવારે ટ્વિટર પર ટીઝરના રિલીઝ સમયની માહિતી આપતા લખ્યું હતું કે, કેજીએફનો સમય ફરી એકવાર લાવવાની તક. કેજીએફ ચેપ્ટર 2નું ટીઝર 8 જાન્યુઆરીના સવારે 10 વાગીને 18 મિનિટનો છે. જણાવવાનું કે કેજીએફમાં યશ અને સંજય દત્ત સિવાય રવીના ટંડન પણ મુખ્ય પાત્રોમાં દેખાશે. ટ્વીટ સાથે પ્રશાંતે બે તસવીરો શૅર કરી છે, જે જૂના સમાચારોની કટિંગ્સ જેવી છે, જેનું શીર્ષક કેજીએફ છે. સમાચાર વચ્ચે બે તસવીરો પણ દેખાય છે. એક તસવીરમાં મુખ્ય પાત્રના બાળપણ અને મોટા થયા પછીના તસવીરોનું કૉલાજ છે.

bollywood bollywood news bollywood gossips entertainment news sanjay dutt raveena tandon