શું ‘KGF 2’ના રિલીઝ દિવસે મળવી જોઈએ નેશનલ હૉલીડે? ફૅને લખ્યો PMને પત્ર

02 February, 2021 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શું ‘KGF 2’ના રિલીઝ દિવસે મળવી જોઈએ નેશનલ હૉલીડે? ફૅને લખ્યો PMને પત્ર

કેજીએફ એક્ટર યશ

કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2ને લઈને ફૅન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, આ વાતનો અંદાજો એનાથી જ લગાવી લો કે ફિલ્મના ફૅન્સ રિલીઝના દિવસે નેશનલ હૉલીડેની માંગ કરી રહ્યા છે. હાં આ સાચી વાત છે. સોશિયલ મીડિયા પર એક પત્ર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી માંગ કરી રહ્યા છે કે ‘KGF 2’ની રિલીઝ ડેટ પર તેઓ સત્તાવાર રજાની જાહેરાત કરે. ફિલ્મ 16 જૂલાઈ 2021ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ દરમિયાન યશના ફૅન્સે પીએમ મોદીના નામ પર એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે વિનંતી કરી છે કે ફિલ્મના રિલીઝના દિવસે પીએમ નેશનલ હૉલીડેની ઘોષણા કરે. પત્રમાં લખ્યું છે, 'આપણે બધા જાણીએ છીએ કે યશ સ્ટારર 'કેજીએફ ચેપ્ટર 2' 16/7/2021 શુક્રવારે રિલીઝ થઈ રહી છે. મોટાભાગના લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલે અમે તમને આ દિવસે (16/07/2021) નેશનલ હૉલીડે ઘોષિત કરવાની વિનંતી કરી રહ્યા છીએ. કૃપા કરીને અમારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. આ ફક્ત એક ફિલ્મ નથી આ અમારી ભાવના છે. આભાર... રૉકિંગ સ્ટાર યશ બૉસ કા ફૅન.'

તમને જણાવીએ કે 'કેજીએફ ચેપ્ટર 2' કન્નડ ફિલ્મ 'કેજીએફ'નો બીજો પાર્ટ છે. 'કેજીએફ'માં ફેમસ કન્નડ અભિનેતા યશે લીડ રોલ ભજવ્યો હતો. હવે 'કેજીએફ 2'માં પણ યશ જ લીડ રોલમાં નજર આવશે, પરંતુ આ વખતે એમની સાથે બૉલીવુડ ખલનાયક સંજય દત્ત અને બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન પણ નજર આવશે. સંજય 'કેજીએફ 2'માં અધિરાની ભૂમિકા ભજવશે. પહેલા ભાગમાં ફક્ત ઝલક જોવા મળી હતી. ફિલ્મને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે, કન્નડ, તેલુગુ, હિન્દી, તમિળ અને મલાયાલમ. હાલમાં જ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની કંપની એક્સલ એન્ટરટેનમેન્ટે કેજીએફ ચેપ્ટર 2ના હિન્દી રાઈટ્સ 90 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

sanjay dutt raveena tandon bollywood bollywood news entertainment news