‘કેજીએફ’માં હીરો બદલાતા રહેશે

10 January, 2023 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને એને ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે.

યશ

‘કેજીએફ’માં હવે અલગ-અલગ રૉકીભાઈ જોવા મળી શકે છે. ‘કેજીએફ ચૅપ્ટર 3’ની રાહ જોવામાં આવી રહી છે અને આ ફિલ્મમાં યશની જગ્યાએ અન્ય ઍક્ટર જોવા મળે એવું પણ બની શકે છે. હોમ્બલ ફિલ્મ્સના માલિક વિજય કિરગંદુરે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી. આ સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે અને એને ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મના ડિરેક્ટર પ્રશાંત નીલ હાલમાં ‘સાલાર’માં વ્યસ્ત છે. ત્યાર બાદ તે જુનિયર એનટીઆર સાથે કામ કરશે અને ત્યાર બાદ તે ‘કેજીએફ ચૅપ્ટર 3’ને હાથમાં લેશે. આ ફિલ્મ વિશે વિજયે કહ્યું કે ‘જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં જે રીતે અલગ-અલગ હીરો હોય છે એ જ રીતે કેજીએફમાં પણ અલગ-અલગ જોવા મળશે. કેજીએફ સિરીઝમાં પાંચ સીક્વલ હશે. એમાં હીરો બદલાતા રહેશે.’

entertainment news bollywood news bollywood gossips bollywood