કલ્કિ 2898 ADના બીજા ભાગમાં દીપિકાને બદલે કીર્તિ સુરેશ?

02 October, 2025 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કલ્કિ 2898 AD’માં પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી દર્શકોને પસંદ પડી હતી. જોકે હાલમાં સમાચાર આવ્યા હતા કે દીપિકાના મર્યાદિત કામના કલાકો તેમ જ ફીમાં વધારાની ડિમાન્ડને કારણે તેને ‘કલ્કિ 2898 AD’ના બીજા ભાગમાંથી પડતી મૂકવામાં આવી છે.

કલ્કિ 2898 ADના બીજા ભાગમાં દીપિકાને બદલે કીર્તિ સુરેશ?

‘કલ્કિ 2898 AD’માં પ્રભાસ અને દીપિકા પાદુકોણની જોડી દર્શકોને પસંદ પડી હતી. જોકે હાલમાં સમાચાર આવ્યા હતા કે દીપિકાના મર્યાદિત કામના કલાકો તેમ જ ફીમાં વધારાની ડિમાન્ડને કારણે તેને ‘કલ્કિ 2898 AD’ના બીજા ભાગમાંથી પડતી મૂકવામાં આવી છે. આ ફિલ્મમાંથી દીપિકાની હકાલપટ્ટી થઈ એ પછી તેના રિપ્લેસમેન્ટ તરીકે બીજી ઘણી ઍક્ટ્રેસનાં નામ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આ રોલ માટે અનુષ્કા શેટ્ટીના નામની ચર્ચા હતી અને હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ રોલ માટે કીર્તિ સુરેશનું નામ લગભગ ફાઇનલ છે. કીર્તિ આ પહેલાં ‘કલ્કિ 2898 AD’ના ડિરેક્ટર નાગ અશ્વિન સાથે કામ કરી ચૂકી છે અને તેઓ એકબીજા સાથે કામ કરવા માટે કમ્ફર્ટેબલ છે. માનવામાં આવે છે કે ‘કલ્કિ 2898 AD’ના મેકર્સ ટૂંક સમયમાં દીપિકા પાદુકોણના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે.

bollywood buzz deepika padukone bollywood news bollywood gossips bollywood entertainment news atlee kumar