કૅટની બહેન બનશે અનિલ કપૂરના દીકરાની હિરોઇન?

31 October, 2012 05:44 AM IST  | 

કૅટની બહેન બનશે અનિલ કપૂરના દીકરાની હિરોઇન?



કૅટરિના કૈફ તેની નાની બહેન ઇસાબેલાને લાંબા સમયથી હિરોઇન બનાવવાનું પ્લાનિંગ કરી રહી છે. અનિલ કપૂરનો દીકરો હર્ષવર્ધન પણ અત્યારે કૅલિફૉર્નિયામાં ફિલ્મમેકિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને તે પોતાની બહેન સોનમ અને રિયાની જેમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવા માગે છે. જાણવા મળ્યું છે કે ઇસાબેલા અને હર્ષવર્ધન એક ક્રૉસઓવર શૉર્ટ ફિલ્મમાં સાથે કામ કરવાનું આયોજન કરી રહ્યાં છે. આ ફિલ્મના લેખક છે એરિકા સ્ટેર રેડ્ડી અને મેલેની ઈસ્ટર્ન, જ્યારે ડિરેક્શનની જવાબદારી સંભાળી છે સ્ટીવન રૉય થૉમસે. આ ફિલ્મની વાર્તાનું શૂટિંગ મુંબઈમાં થઈ શકે એ માટે એમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તા ન્યુ યૉર્કમાં સેટ થયેલી છે અને એમાં ભારતીય પાત્રો પણ સંકળાયેલાં છે.