પાર્ટીમાં કેટરિના આવી તો નીતુ કપૂર ગેરહાજર

29 December, 2015 03:27 AM IST  | 

પાર્ટીમાં કેટરિના આવી તો નીતુ કપૂર ગેરહાજર

આ વર્ષે કપૂરપરિવાર દ્વારા યોજવામાં આવેલી ઍન્યુઅલ પાર્ટીમાં તે હાજર હતી, પરંતુ ક્રિસમસની લંચ-પાર્ટીમાં તે ગેરહાજર હતી. જોકે એ પાર્ટીમાં આ વર્ષે એક નવા સભ્યનો ઉમેરો થયો હતો અને એ હતી કૅટરિના કૈફ. કૅટરિનાએ આ પાર્ટીમાં હાજરી આપવા માટે લંડનના તેના ઘરે જવાનું માંડી વાળ્યું હતું. અગાઉ કૅટરિના અને નીતુ વચ્ચે અણબનાવ ચાલી રહ્યા હતા એવા સમાચાર આવ્યા હતા. આ વર્ષે હોળીના તહેવાર દરમ્યાન નીતુએ રણબીર અને દીપિકા પાદુકોણનો ફોટો સોશ્યલ નેટવર્ક પર શૅર કર્યો હતો. એ સિવાય નીતુએ એક ફૅમિલી ઇવેન્ટનો ફોટો શૅર કર્યો હતો જેમાં તેણે કૅટરિનાને કાઢી નાખી હતી. જોકે એ ફોટો પછી રણબીરની બહેન રિદ્ધિમાએ કૅટરિના સાથે શૅર કર્યો હતો એથી કૅટરિનાની હાજરીથી નીતુ ગેરહાજર રહી હતી એવી વાતો ચાલી રહી છે.