શાહરુખ-કૅટ ભેગાં મળીને વેચશે સાબુ

27 July, 2012 05:55 AM IST  | 

શાહરુખ-કૅટ ભેગાં મળીને વેચશે સાબુ

પહેલાં સાબુની ઍડ સ્ત્રીઓનો ઇજારો ગણાતી, પણ શાહરુખે જાતે બાથટબમાં નાહવામાં હિચકિચાહટ નહોતો અનુભવ્યો. એમાં કરીના કપૂર, હેમા માલિની, જુહી ચાવલા અને શ્રીદેવી જેવી હિરોઇનો પણ જોડાયેલી. આ વખતે શાહરુખને કૅટરિના સાથે ઍડમાં દેખાવા માટે અપ્રોચ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં એનું શૂટિંગ થશે અને એનો ક્રીએટિવ પાર્ટ હજી નક્કી થઈ રહ્યો છે. એવી શક્યતાઓ છે કે આ ઍડ દિવાળીની આસપાસ રિલીઝ થશે અને એ જ સમયે શાહરુખ અને કૅટરિનાને ચમકાવતી યશ ચોપડાની અનટાઇટલ્ડ ફિલ્મ પણ રિલીઝ થવાની છે.

જોઈએ, આ વખતે સાબુના પ્રમોશનમાં શાહરુખ નવું શું કરે છે?