અર્જુન કપૂર મારો રાખી બ્રધર છેઃ કૅટરિના કૈફ

27 February, 2020 07:19 PM IST  |  મુંબઈ

અર્જુન કપૂર મારો રાખી બ્રધર છેઃ કૅટરિના કૈફ

કૅટરિના કૈફે તાજેતરમાં જ જણાવ્યું હતું કે અર્જુન કપૂર તેનો રાખી બ્રધર છે. કૅટરિનાએ એક ચૅટ-શોમાં હાજરી આપી હતી. આ શોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે રણબીર-આલિયા અને અર્જુન-મલાઇકા આ બન્નેનાં લગ્ન જો એક જ દિવસે, એક જ સમયે હોય તો તે કોનાં લગ્ન અટેન્ડ કરશે. આ સવાલનો જવાબ આપતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘જો બન્નેમાંથી કોઈ એકનાં લગ્ન અટેન્ડ કરવાનાં હોય તો હું અર્જુનનાં લગ્ન અટેન્ડ કરીશ, કારણ કે અર્જુન મારો રાખી બ્રધર છે. મેં તેને ‘શીલા કી જવાની’ રિલીઝ થયું હતું ત્યારે રાખડી બાંધી હતી. તેને આ જરા પણ ગમ્યું નહોતું. મેં તેને પૂછ્યું હતું કે અર્જુન, તું મારો રાખી બ્રધર બનીશ? અને તેણે મને ના પાડી હતી. મેં તેને કહ્યું હતું કે તું મારો રાખી બ્રધર બનવાનો છે.’

katrina kaif arjun kapoor bollywood