કેટરીના કૈફ નહોતી બનવાની રણવીરસિંહની પત્ની, પોતે કર્યો ખુલાસો

22 July, 2019 04:52 PM IST  |  મુંબઈ

કેટરીના કૈફ નહોતી બનવાની રણવીરસિંહની પત્ની, પોતે કર્યો ખુલાસો

કેટરીના કૈફે તાજેતરમાં જ 16 જુલાઈના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. અત્યાર સુધીનું વર્ષ તો કેટરીના માટે શાનદાર રહ્યું છે. સલમાન ખાન સાથેની તેની ફિલ્મ ભારત સુપરહિટ થઈ છે, જે ઈદના દિવસે રિલીઝ થઈ હતી. હવે કેટરીના ફરી એકવાર ચર્ચામાં છે. કારણ કે કેટરીના કૈફે પોતે જ ખુલાસો કર્યો છે કે તેને હજી સુધી રણવીરસિંહની પત્ની બનવાની કોઈ ઓફર નથી હતી.

કેટરીના કૈફને લઈ છેલ્લા કેટલાક દિવસોથી એ ચર્ચા હતી કે તેને 83માં રણવીરસિંહની ઓપોઝિટ રોલ ઓફર કરાયો હતો. ચર્ચા એવી હતી કે ડિરેક્ટર કબીર ખાને તેમને કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનો રોલ ઓફર કર્યો હતો. પરંતુ ખુદ કેટરીના કૈફે આ વાતને ખોટી ગણાવી છે. કેટરીનાનુ કહેવું છે કે કબીર ખાને પોતાની ફિલ્મ 83 માટે તેમને કોઈ ઓફર નહોતી કરી. તેમનું કહેવું છે કે કબીર ખાન સાથે આ ફિલ્મને લઈ મારી ક્યારેય કોઈ વાત નથી થઈ. અમે બંનેએ 83 વિશે ચર્ચા નથી કરી.

તમને જણાવી દઈએ કે ફિલ્મ 83માં કેટરીના કૈફ નહીં પરંતુ દીપિકા પાદુકોણને કાસ્ટ કરાઈ છે. રોમી ભાટિયાના રોલ માટે દીપિકા પાદુકોણને કાસ્ટ કરવામાં આવી છે. રોમી ભાટિયા ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવના પત્ની છે. ફિલ્મ 83ની સ્ટોરી 1983માં ટીમ ઈન્ડિયાએ જીતેલા પહેલા વર્લ્ડ કપની સ્ટોરી પર આધારિત છે.

ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સતત પોતાના ફોટોઝ શૅર કરે છે.ૃ

katrina kaif kabir khan bollywood