23 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુસ્વાગતમ ખુશામદીદ’નું પોસ્ટર
કૅટરિના કૈફની બહેન ઇસાબેલ વર્ષોથી બૉલીવુડની ફિલ્મોમાં કામ કરવાના પ્રયાસ કરી રહી હતી અને આખરે તેને હવે સફળતા મળી છે. ઇસાબેલ અને પુલકિત સમ્રાટને ચમકાવતી ફિલ્મ ‘સુસ્વાગતમ ખુશામદીદ’નું ટીઝર લૉન્ચ થયું છે અને આ ફિલ્મ ૧૬ મેએ રિલીઝ થશે. આ એક રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં બે અલગ-અલગ ધર્મોના અલગ-અલગ દેશોમાંથી આવતાં અમર અને નૂર વચ્ચેની લવસ્ટોરી દર્શાવવામાં આવી છે.