21 September, 2025 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાયરલ તસવીર
છેલ્લા કેટલાક મહિનાથી કૅટરિના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચા ચાલી રહી છે. હાલમાં સમાચાર મળ્યા હતા કે કૅટરિના અને વિકી કૌશલ ટૂંક સમયમાં મમ્મી-પપ્પા બનવાનાં છે અને કૅટરિના ઑક્ટોબર કે નવેમ્બરમાં પ્રથમ બાળકને જન્મ આપશે. જોકે આ ચર્ચા વિશે કૅટ કે વિકીએ કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ હાલમાં કૅટરિનાની એક તસવીર વાઇરલ થઈ છે જેમાં તેનું બેબી-બમ્પ સ્પષ્ટ નજરે ચડે છે.
કૅટરિનાનો આ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે કોઈ શૂટ કરતી જોવા મળી રહી છે. જોકે હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે કૅટરિના કોઈ મૅટરનિટી ફોટોશૂટ માટે પોઝ આપી રહી છે કે આ કોઈ જાહેરાતના શૂટનો ભાગ છે.