કૅટરિના કૈફ અને વિકી કૌશલે ન્યુ યર સાથે ઉજવ્યું, રોમાન્સ જાહેર થયો?

03 January, 2021 02:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૅટરિના કૈફ અને વિકી કૌશલે ન્યુ યર સાથે ઉજવ્યું, રોમાન્સ જાહેર થયો?

વિકી કૌશલ અને કૅટરિના કૈફ

બૉલીવુડમાં કૅટરિના કૈફ અને વિકી કૌશલ વચ્ચેના અફેરની ચર્ચાઓ સતત ચાલી છે. બંન્નેમાંથી કોઇ પણ આ અંગે કોઇ ચોખવટ કરવા માગતા નથી પણ બંન્ને જણના ન્યુ યર સેલિબ્રેશનના ફોટોઝ જોઇને લોકો ચોંક્યા છે. કૅટરિના અને વિકી તેમના રોમાન્સ અંગે મગનું નામ મરી પાડવા નથી માગતા પણ તાજા સમાચાર અનુસાર 2021નું સ્વાગત તેમણે સાથે અલીબાગમાં કર્યું છે. કૅટરિના સાથે તેની બહેન ઇઝાબેલ હતી અને વિકી સાથે તેનો ભાઇ સની હતી. આ ચારે જણા વચ્ચે બહુ સારું બને છે એમ કહેવાય છે. રખે માનતા કે આ ચાર જણાએ સાથે ફોટોઝ પોસ્ટ કરીને પોલ ખોલી દીધી છે, ના એવું બિલકુલ નથી થયું.  એકે ય તસવીરમાં એ લોકો સાથે નથી પણ તેમના જે ફોટોઝ છે તેમાં સમાનતા છે. વિકી અને કૅટરિનાએ અંબાણી પરિવારની હોળી પાર્ટીમાં પણ સાથે દેખા દીધી હતી તો વિકી કૌશલ ક્રિસમસ પર કૅટરીના કૈફના ઘરે ગયો હતો. 

અહીં જુઓ કૅટરિના અને વિકીની પોસ્ટ્ જેમાં સમાનતાઓ આંખે ઉડીને વળગે છે. કૅટરિનાએ તેની બહેન સાથેની તસવીર શૅર કરી છે તો સની અને વિકીની તસવીર પણ તેમના હેન્ડલ પરથી પોસ્ટ કરાઇ છે. 

 

હવે કૅટરિના કૈફ ફોન ભૂત ફિલ્મમાં જોવા મળશે જેમાં તેની સાથે ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વદી હશે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત સૂર્યવંશીમાં પણ કૅટરિના જોવા મળશે અને ટાઇગર 3માં પણ એક્ટિંગ કરશે. વિકી કૌશલ શુજીત સરકારની સરદાર ઉધમસિંહ ફિલ્મમાં જોવા મળશે. 

katrina kaif vicky kaushal bollywood entertainment news