કેટરીના કૅફ-અર્જુન કપૂરની કાર સાથે ભટકાવાનો હતો કેમેરામેન, જુઓ વીડિયો

20 September, 2019 06:09 PM IST  |  મુંબઈ ડેસ્ક

કેટરીના કૅફ-અર્જુન કપૂરની કાર સાથે ભટકાવાનો હતો કેમેરામેન, જુઓ વીડિયો

તસવીર સૌજન્ય વીરલ ભાયાણી વીડિયો

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૅફ અને અર્જુન કપૂર તાજેતરમાં જ સોનમ કપૂર અને દુલકર સલમાનની ફિલ્મ 'ધ ઝોયા ફેક્ટર'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. અહીં અર્જુન કપૂર પોતાની મિત્ર કેટરીનાને સંપૂર્ણ રીતે ભીડથી પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો, પણ દરમિયાન જ બન્ને દુર્ઘટના થતાં બચાવી. સ્ક્રીનિંગમાંથી બહાર નીકળતા બન્નેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટરીના કૅફ, કેમેરામેનને કારથી ભટકાતાં બચાવતી જોવા મળે છે.

આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બન્ને સ્ટાર્સ સ્ક્રીનિંગમાંથી બહાર આવે છે અને પોતાની કાર પાસે જાય છે. ત્યારે જ ત્યાં હાજર કેમેરામેન તેમની તસવીર લેવા આગળ વધે છે. નજીકથી ફોટો લેવાના ચક્કરમાં કેમેરામેનનું એ વાત પર ધ્યાન નથી હોતું કે સાઇડમાંથી તેમની કાર આવી રહી છે. ત્યારે કેટરીના તેને સાદ પાડે છે અને ત્યાં જ રોકાવા કહે છે.

ત્યાર બાદ અર્જુન કપૂર પણ તેને ધ્યાન રાખવાની સલાહ આપે છે. બન્નેનો આ કેરિંગ અંદાજ ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

katrina kaif arjun kapoor bollywood bollywood events bollywood gossips bollywood news