કૅટરિનાને ૧૦ કરોડ મળશે ૪ પ્રોગ્રામમાં નાચવાના

20 December, 2012 02:43 AM IST  | 

કૅટરિનાને ૧૦ કરોડ મળશે ૪ પ્રોગ્રામમાં નાચવાના


સલમાન ખાન સાથે ‘એક થા ટાઇગર’ અને શાહરુખ ખાન સાથે ‘જબ તક હૈ જાન’. હજી તે બીજા ખાન એટલે કે આમિર ખાન સાથે ‘ધૂમ ૩’નું  શૂટિંગ કરી રહી છે. એ જોતાં ૨૦૧૩ની શરૂઆત પણ તેના માટે ધમાકેદાર રહેશે.

એકલા જાન્યુઆરી મહિનામાં જ તે ચાર અવૉર્ડ-સમારંભોમાં પર્ફોમ કરવાની છે ને એ માટે તેને તગડી રકમ પણ મળવાની છે. આ શોમાંથી જ તેને ૧૦ કરોડ રૂપિયાની કમાણી થશે. અત્યાર સુધીની તેની હિટ ફિલ્મોને કારણે તેની માર્કેટ વેલ્યુ તો વધી જ છે, સાથે તેની પાસે હિટ સૉન્ગની પણ લાંબીલચક યાદી છે.

કૅટ ખરેખર જ લકી છે એવું લોકો માને છે, કેમ કે તેની સામે તો સોનાની ખાણ ખુલ્લી પડી છે. અને હા, આ ચારેય અવૉર્ડ-સમારંભોમાં કોણ બેસ્ટ હિરોઇનનો અવૉર્ડ જીતશે એનો અંદાજ લગાવવાનું અઘરું નથી. બરાબરને?