કૅટરિના છે સુપરબિઝી

11 November, 2012 05:14 AM IST  | 

કૅટરિના છે સુપરબિઝી



પ્રિયંકા ચોપડાએ હાલમાં અનેક પ્રોજેક્ટમાં કૅટરિના કૈફને ખસેડીને તેનું સ્થાન પચાવી પાડ્યું છે અને આમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દો બન્યો છે યશરાજ ફિલ્મ્સની ‘ગુંડે’નો. રણવીર સિંહ અને અજુર્ન કપૂરને ચમકાવતી આ ફિલ્મ માટે પ્રિયંકાને સાઇન કરવામાં આવી છે. પહેલાં આ ફિલ્મ માટે હિરોઇનોની યાદીમાં કૅટરિનાનું નામ ટોચ પર હતું પણ પછી પ્રિયંકાને સાઇન કરવામાં આવતાં આ મુદ્દો વિવાદનો વિષય બન્યો હતો. આ મુદ્દે આખરે કૅટરિનાએ સ્પષ્ટતા કરી છે કે પહેલાં તેને આ ફિલ્મ ઑફર થઈ હતી, પણ તેણે એ તારીખો હૃતિક રોશન સાથેની હૉલીવુડ ફિલ્મ ‘નાઇટ ઍન્ડ ડે’ની રીમેક માટે આપી દીધી હોવાથી તે ‘ગુંડે’ સાઇન નહોતી

કરી શકી.

હાલમાં કૅટરિના પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની રિલીઝની કાગડોળે રાહ જોઈ રહી છે. પોતાની સાથે સંકળાયેલી ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં તે કહે છે, ‘મને ઘણી ચર્ચાઓ સાંભળીને ભારે આશ્ચર્ય થાય છે. મને ઘણી ફિલ્મો ઑફર થાય છે જેમાંથી હું કેટલીક કરું છું અને અમુક નથી કરતી. મેં જે ફિલ્મો સાઇન કરી હોય એ પહેલાં કોઈ બીજી હિરોઇનને પણ ઑફર થઈ હોય એવું બની શકે. હું મને જેટલું ઑફર થાય એ બધું કામ કરવાની હા તો ન જ પાડી શકુંને. હવે મેં જે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હોય એ ફિલ્મો બીજી કઈ હિરોઇને સાઇન કરી છે એના પર નજર રાખવામાં મને રસ નથી. મારા માટે મેં જે ફિલ્મો સાઇન કરી છે એ જ મહત્વની છે. હું જે ફિલ્મ સાઇન કરું છું એને મારું સંપૂર્ણ યોગદાન આપવા તૈયાર રહું છું.’