અવૉર્ડ્સ ફ્ક્શનમાં પર્ફોર્મ કરવા માટે કૅટને ત્રણ કરોડની ઑફર

22 November, 2012 05:39 AM IST  | 

અવૉર્ડ્સ ફ્ક્શનમાં પર્ફોર્મ કરવા માટે કૅટને ત્રણ કરોડની ઑફર




કૅટરિના કૈફની લેટેસ્ટ ફિલ્મ ‘એક થા ટાઇગર’ને મળેલી જબરદસ્ત સફળતાને લઈને હાલમાં તેની બહુ જ ડિમાન્ડ છે. આ સફળતાને કારણે તેને એન્ડૉર્સમેન્ટની ઘણીબધી ઑફર્સ થઈ રહી છે. મળેલી માહિતી પ્રમાણે હાલમાં કૅટરિનાને એક અવૉર્ડ્સ ફંક્શનમાં પર્ફોર્મ કરવા માટે ત્રણ કરોડ રૂપિયા જેટલી મોટી રકમની ઑફર થઈ છે જેના કારણે તે આ કૅટેગરીની હાઇએસ્ટ પેઇડ ઍક્ટ્રેસ બની ગઈ છે.

આ વિશે વાત કરતાં અવૉર્ડ્સ ફંક્શન સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે કે ‘હાલમાં ઑર્ગેર્નાઇઝરોએ કૅટરિના સાથે આ ડીલ કરી છે. તે આ ફંક્શનમાં તેનાં ગીતો ‘ઇશ્ક સાવા’, ‘શીલા કી જવાની’, ‘ચિકની ચમેલી’ તેમ જ બીજાં હિટ ગીતોની મેડલી પર પર્ફોર્મ કરવા તૈયાર થઈ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કૅટરિનાનાં અનેક ગીતો હિટ સાબિત થયાં છે અને આ કારણે તેને જે રકમ આપવામાં આવી છે એ યોગ્ય જ છે.’

મળતી માહિતી પ્રમાણે કૅટરિના આ રકમનો મોટો હિસ્સો તેની માતા દ્વારા ચલાવવામાં આવતી બિનસરકારી સંસ્થાને દાન કરી દેવાની છે.