સાત મહિના બાદ કામ શરૂ કર્યું કાર્તિકે

21 October, 2020 06:25 PM IST  |  Mumbai | Mumbai Correspondent

સાત મહિના બાદ કામ શરૂ કર્યું કાર્તિકે

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને સાત મહિના બાદ ફરી કામ શરૂ કર્યું છે. કોરોના વાઇરસને કારણે માર્ચમાં લૉકડાઉન શરૂ થયું હતું ત્યારથી તે લૉકડાઉનમાં હતો. જોકે અનલૉક દરમ્યાન છૂટછાટ મળતાં હવે ઘણી સેલિબ્રિટીઝ કામ કરી રહી છે. આ લિસ્ટમાં હવે કાર્તિકનું નામ પણ જોડાઈ ગયું હતું. લૉકડાઉન દરમ્યાન તેણે ‘કોરોના સ્ટૉપ કરોના’ મૉનોલૉગ અને ચૅટ શો ‘કોકી પૂછેગા’ દ્વારા લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડ્યું હતું. તેમ જ તે તેના ઘણા સેલ્ફી શૅર કરીને તેના ચાહકો સાથે સંપર્કમાં રહ્યો હતો. કાર્તિકે ડિજિટલ ફૅશન શો માટે રૅમ્પ વૉક કર્યું હતું. આ રૅમ્પ વૉક તેણે મનીષ મલ્હોત્રા માટે કર્યું હતું. મનીષ મલ્હોત્રા મિજવાન વેલ્ફેર અસોસિએશન સાથે મળીને મહિલાઓને સશક્ત બનાવવા માટે આ ફૅશન-શોમાં ભાગ લે છે.

bollywood bollywood news bollywood gossips kartik aaryan