લવ આજ કલમાં મારાં બન્ને પાત્રો એકમેકથી એકદમ અલગ છે : કાર્તિક આર્યન

23 January, 2020 02:50 PM IST  |  Mumbai

લવ આજ કલમાં મારાં બન્ને પાત્રો એકમેકથી એકદમ અલગ છે : કાર્તિક આર્યન

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને જણાવ્યું હતું કે તેની ‘લવ આજ કલ’માં તેનાં બે પાત્રો તદ્ન અલગ છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ વૅલેન્ટાઇન્સ ડે દરમ્યાન રિલીઝ થવાની છે. ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મમાં સારા અલી ખાન ઝોઇનાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી બે અલગ-અલગ દાયકાની છે. એક સ્ટોરી ૯૦નાં દાયકાની છે અને બીજી વર્તમાન સમયની છે. એમાં કાર્તિક રઘુ અને વીરની ભૂમિકામાં જોવા મળશે. આ બન્ને સમયમાં પોતે ભજવેલા પાત્ર વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘મારા પાત્રનો દેખાવ, તેનો હાવભાવ અને તેની આસપાસના લોકો સાથે તે કેવો વ્યવહાર કરે છે એ બન્ને પાત્રો વચ્ચેની તફાવતને દેખાડશે. વીર એક મોડર્ન યુવક છે. તે ગીકી છે અને સોશ્યલી થોડો વિચિત્ર છે. તેને એ વાતની પણ ખાતરી છે કે તેણે શું કરવુ છે અને એને કારણે તે પોતાની આસપાસનાં લોકોથી પણ જુદો પડી જાય છે.

આ પણ વાંચો : મલંગ માટે માત્ર બે મહિનામાં આદિત્યએ કર્યું જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન

બીજી તરફ રઘુ એક ટીનએજ છોકરાનાં પાત્રમાં જોવા મળશે. તેનો ઉછેર ૯૦નાં દાયકામાં થયો છે. રઘુ અને વીર જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેમનું વર્તન એકદમ અલગ હોય છે. રઘુ જ્યારે ઉદયપુરમાં તેની હાઇ સ્કુલની ક્રશ લીના સાથે પ્રેમમાં પડે છે ત્યારે તે ખૂબ જ ઉત્સાહ અને થ્રિલ અનુભવે છે. વીરને ઝોઈ માટે જે પણ લાગણી હોય છે એને તે વ્યક્ત નથી કરી શકતો.’

kartik aaryan bollywood news love aaj kal entertaintment