કરિશ્મા તન્નાના હસબન્ડની સાથે બિલ્ડરે કરી લાખોની છેતરપિંડી

23 November, 2023 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરિશ્મા તન્નાના હસબન્ડ વરુણ બંગેરા અને ટીવી પ્રેઝન્ટર સમીર કોચરની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યુ છે. એથી આ બન્નેએ પ્રોણિત નાથ અને અમીષા નાથ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્નાના હસબન્ડ વરુણ બંગેરા અને ટીવી પ્રેઝન્ટર સમીર કોચરની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યુ છે. એથી આ બન્નેએ પ્રોણિત નાથ અને અમીષા નાથ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તે બન્ને વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ હેઠળ છેતરપિંડી અને અપરાધિક ગુનો નોંધવામાં આવ્યો છે. એફઆઇઆરમાં નોંધવામાં આવ્યુ છે કે ૨૦૨૦ની ડિસેમ્બરે સમીર કોચર અને વરુણ બંગેરા પ્રોપર્ટી શોધી રહ્યા હતા. એ દરમ્યાન તેઓ પ્રોણિત નાથ અને અમીષા નાથનાં સંપર્કમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ બાન્દરામાં ચાર માળની બિલ્ડિંગ બનાવવાના છે. તેમણે સાઇટની મુલાકાત પણ લીધી હતી. તેમને બિલ્ડિંગનો મૅપ દેખાડવામાં આવ્યો હતો. સમીર કોચરે ત્રીજા ફ્લોર પર અને વરુણ બંગેરાએ ચોથા ફ્લોર પર ફ્લેટ બુક કર્યો હતો. પ્રોણિતે તેમને ખાતરી આપી કે એ જમીનનું ટાઇટલ ક્લીયર છે. સમીરે એ ફ્લેટ માટે ૫૮ લાખ ૫૦ હજાર રૂપિયા અને વરુણે ૪૪ લાખ ૬૬ હજાર રૂપિયા ચુકવ્યા હતા. કુલ મળીને તેમણે એક કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. જોકે બાદમાં સમીર અને વરુણને જાણ થઈ કે એ પ્રોણિતે એ પ્રોપર્ટી અન્ય કોઈને વેચી છે. હવે આ કેસ હાઇ કોર્ટમાં પહોંચ્યો છે.

karishma tanna bollywood news bollywood entertainment news