કરીના કપૂરનાં 40મા બર્થડેનું સેલિબ્રેશન રહ્યું 'ફેમિલી અફેર'

21 September, 2020 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરીના કપૂરનાં 40મા બર્થડેનું સેલિબ્રેશન રહ્યું 'ફેમિલી અફેર'

કરીના કપૂર

આજે કરીના કપૂર ખાનનો (Kareena Kapoor Khan) 40મો જન્મદવિસ છે. તૈમુરની મસ્ત મમ્મી અને સૈફ અલીની બેગમ 21 સપ્ટેમ્બર 2020ના રોજ 40 વર્ષની થઇ છે ત્યારે આ ફેશનિસ્ટાએ પોતાનો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો તે તો જોવું જ રહ્યું. તેણે પોતાનો સ્પેશ્યિલ દિવસ સ્વભાવિક રીતે જ પોતાના સ્વજનો સાથે ઉજવ્યો છે. બાન્દ્રાના તેના ઘરે તેની બહેન કરિશ્મા (Karisma Kapoor) તેના મમ્મી પપ્પા બબીતા અને રણધીર કપૂર સાથે પતિ સૈફ અલી ખાન પણ હાજર હતો જ્યારે આ બેબોએ પોતાની બર્થ ડે કૅક કાપી હતી. તમે પણ જુઓ કરિનાએ કેવી રીતે ઉજવ્યો પોતાનો બર્થ ડે. 

 

પોતાના ચાળીસમી બર્થડેની ઉજવણી શરૂ થઇ તે પહેલાં કરીનાએ ગ્રેટિટ્યુડ દર્શાવતી એક પોસ્ટ પણ મુકી હતી અને તેણે આ પોસ્ટમાં લખ્યું હતું તે શાંતિથી બેસીને જીંદગીને માણવા માગે છે તેવો સંદેશ પણ મૂક્યો હતો. જુઓ તેની આ પોસ્ટ પણ અહીં તમે જોઇ શકશો. 

હાલમાં કરીના કપૂર આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં કામ કરી રહી છે જે ફોરેસ્ટ ગમ્પની ઑફિશ્યલ રિમેક છે. હાલમાં કરીના તેના બીજા બાળક સાથે પ્રેગનન્ટ છે. 

 

કરિશ્મા કપૂરે પણ તેની નાની બહેનને સોશ્યલ મીડિયા પર વિશ કર્યું હતું. 

kareena kapoor saif ali khan entertainment news