મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી મને પણ ચૂકવવામાં આવે તો મને ગમશે : કરીના

15 October, 2019 06:10 PM IST  |  મુંબઈ ડેસ્ક

મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી મને પણ ચૂકવવામાં આવે તો મને ગમશે : કરીના

મુંબઈ : (પી.ટી.આઇ.) કરીના કપૂર ખાનનું માનવું છે કે તેને તેના મેલ કો-સ્ટાર્સ જેટલી ફી આપવામાં આવે તો તેને ગમશે. કરણ જોહરે તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમ્યાન કરીનાને પૂછ્યું હતું કે ‘શું ઓછી ફી મળવાને કારણે તેં કદી પણ ફિલ્મ છોડી હતી?’

એનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે ‘ફિલ્મ છોડવાનાં અલગ-અલગ કારણો હતાં. જોકે ખાસ આ કારણ માટે મેં કદી પણ ફિલ્મ નથી છોડી. મને એ ગમશે જો મને મારા મેલ કો-સ્ટાર્સ જેટલી ફી આપવામાં આવે.’

કેમ મોં મચકોડ્યું કરીના કપૂર ખાને?
કરીના કપૂર ખાન તેના ટૉક-શોના શૂટિંગ માટે બાંદરા પહોંચી હતી. જોકે મોબાઇલમાં તેણે એવું તે શું જોયું કે તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા? તેનાં એક્સપ્રેશન જોવા લાયક હતાં. તસવીર : અનુરાગ અહિરે

kareena kapoor bollywood bollywood news bollywood gossips