તૈમૂર બાદ બીજા બેબી પ્લાન બાબતે કરીના કપૂર ખાને કહી આ વાત...

14 December, 2019 08:17 PM IST  |  Mumbai Desk

તૈમૂર બાદ બીજા બેબી પ્લાન બાબતે કરીના કપૂર ખાને કહી આ વાત...

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમૂર આલી ખાનની પૉપ્યુલારિટી વિશે તો બધાં જાણે જ છે. તૈમૂરની એક તસવીર આવતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. હવે તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન તૈમૂર બાદ બીજા બેબીની પ્લાનિંગને લઈને પૂછ્યું તો કરીનાએ કહ્યું, હું એક જ બાળકથી ખુશ છું. ભગવાનની અમારા પર ઘણી કૃપા છે અને અમે આથી ખુશ છે. હાલ અમારી આ ફેમિલીને એક્સટેન્ડ કરવાનો કોઇ પ્લાન નથી. અમે અમારા કામમાં વ્યસ્ત છીએ. અમે પરિવાર અને કામમાં બેલેન્સ કરવાનું હોય છે.

સેટ પર પ્રેગ્નેન્સીના દિવસોને ફરીથી એક્સપીરિયંસ કરવા પર કરીનાએ કહ્યું, "આ કેરેક્ટર માટે અમારે પ્રેગ્નેન્સી સ્વિમસૂટ પહેરવાનું હતું. ત્યાં ગ્રાફિક્સ કંપની હતી, જે આ બધું જોતી હતી. તે લોકોએ ફિલ્મમાં ત્રણ ટ્રાઇમેસ્ટર માટે અલગ-અલગ સૂટ બનાવ્યા હતા. કે ખૂબ જ અજીબ લાગતું હતું, પણ સ્ક્રીન પર નેચરલ દેખાય છે."

યુવા પેઢીના કલાકારોની સાથે કમ્પેર કરવા પર કરીનાએ કરી આ વાત....
કરીનાએ કહ્યું કે તેની તુલના યુવા પેઢીના કલાકારો સાથે કરવામાં આવે તે ખોટું છે. કરીનાએ કહ્યું, મને આશ્ચર્ય થાય છે કે તે એવું કેમ કરે છે કારણકે હું આ પેઢીનો ભાગ જ નથી, અને ન તો આ રેસનો ભાગ છું. પણ લોકો તેમ છતાં મારી કોઇ અને આજની પેઢીવાળા સાથે તુલના કરવા લાગી જાય છે અને હું કહું છું 'કેમ'?

kareena kapoor taimur ali khan bollywood bollywood news bollywood gossips