Video:કરીના કપૂરે કર્યા દિલજીત દોસાંઝના વખાણ પણ આપી આ સલાહ

28 April, 2019 03:19 PM IST  | 

Video:કરીના કપૂરે કર્યા દિલજીત દોસાંઝના વખાણ પણ આપી આ સલાહ

કરીના કપૂરે કર્યા દિલજીત દોસાંઝના વખાણ

બોલીવૂડની ખૂબસુરત અભિનેત્રી કરીના કપૂર આજકાલ ચર્ચામાં છે. હમણા જ કરીના કપૂરે એક વીડિયોમાં દિલજીત દોસાંઝના વખાણ કર્યા હતા અને વધુ બોલવાની સલાહ આપી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે દિલજીત દોસાંઝે એક ગીત ગાયુ હતું જેમાં કરીના કપૂરનું નામ લીધુ હતું. દિલજીતે આ ગીત કરીના કપૂરને ડેડિકેટ કર્યુ હતું જેને સાંભળીને કરીના કપૂર પણ ખુબ ખુશ થઈ હતી.

ફિલ્મ અંગ્રેજી મીડિયમની શૂટિંગ પોસ્ટપોન કરવાના કારણે કરીના કપૂર આ દિવસોમાં ચર્ચાઓમાં છે. કરીના કપૂર અંગ્રેજી મીડિયમમાં પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ નિભાવવા જઈ રહી છે. આ પહેલા દિલજીતે કરીનાને ડેડિકેટ કરતો વીડિયો જાહેર કર્યો હતો જેને જોઈને કરીના ખુશ જોવા મળી હતી અને દિલજીત માટે એક મેસેજ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયો હતો.

આ પણ વાંચો: સ્ટુડન્ટ ઑફ ધ યર ૨ના હુક અપ સૉન્ગમાં જોવા મળશે આલિયા ભટ્ટ

વીડિયોમાં કરીના કપૂર દિલજીતના વખાણ કરી રહી છે સાથે સલાહ આપી રહી છે. કરીના કપૂરે કહ્યું હતું કે, તેમણે અને દિલજીતે આ પહેલા 2 વાર સાથે ફિલ્મ કરી ચૂક્યા છે. દિલજીતનો સ્વભાવ ખુબ સરળ છે પરંતુ તે વધુ બોલવાનું ટાળે છે જેના કારણે કરીનાએ દિલજીતને આગળની ફિલ્મો ઓફસ્ક્રીન કરવાની સલાહ આપી છે. કરીના અને દિલજીત આગામી ફિલ્મ ગુડ ન્યુઝ સાથે આવી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ જોવા મળશે.

kareena kapoor diljit dosanjh bollywood gossips