11 January, 2024 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાનનું કહેવું છે કે તેના અને ચાઇનીઝ ફૂડની વચ્ચે કોઈ નહીં આવી શકે. કરીના ફૂડી છે અને તેને ચાઇનીઝ ખૂબ જ પસંદ છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો છે જેમાં તે ભોજન કરતી જોવા મળી રહી છે. તે કઈ જગ્યાએ છે એ તેણે નથી જણાવ્યું, પરંતુ રેસ્ટોરાંમાં તે જોવા મળી રહી છે. આ ફોટો શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી કે ‘મારા અને મારા ચાઇનીઝ ફૂડની વચ્ચે કોઈ નહીં આવી શકે. હું એને ખૂબ જ સિરિયસલી લઉં છું. હું ફૂડી છું. કપૂર્સ તેમના ફૂડ માટે જાણીતા છે.’