કરીના કપૂરના આ નેકલેસની કિંમત જાણીને ચોંકી જશો,છે આટલા લાખ રૂપિયા!

26 September, 2019 04:07 PM IST  |  મુંબઈ

કરીના કપૂરના આ નેકલેસની કિંમત જાણીને ચોંકી જશો,છે આટલા લાખ રૂપિયા!

બોલીવુડની એક્ટ્રેસ કરીના કપૂર હાલ ડાન્સ રિયાલિયી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ તરીકે દેખાઈ રહી છે. તાજેતરમાં જ ડાન્સ ઈન્ડિયા ડાન્સના સેટ પરથી કરીના કપૂરના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝમાં કરીના કપૂર સાથે પ્રિયંકા ચોપરા પણ દેખાઈ રહી છે. પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'ના પ્રમોશન માટે શો પર પહોંચી હતી. જો કે ચર્ચા આ દરમિયાન કરીના કપૂર ખાને પહેરેલા નેકલેસની થઈ રહી છે.

પ્રિયંકા ચોપરા સાથેના એપિસોડમાં કરીના કપૂર એક શાનદાર ડ્રેસમાં દેખાઈ હતી. જેની સાથે તેમણે સુંદર નાજુક-નમણું નેકલેસ પણ પહેર્યું છે. આ નેકલેસની કિંમત 38 લાખ રૂપિયા હોવાની ચર્ચા છે. મળતી માહિતી પ્રમાણે કરીના અને પ્રિયંકાના આ ફોટોઝ ડાન્સ ઈન્ડિયા ડાન્સ રિયાલિટી શોના ફિનાલેના છે. ફિનાલે એપિસોડમાં કરીના કપૂરે લાઈટ પિંક કલરનો ગાઉન પહેર્યો હતો, જેની બલૂન સ્લીવ્ઝ હતી. આ ડ્રેસમાં કરીના કપૂર સુંદર લાગી રહી હતી.તો પ્રિયંકા ચોપરા પણ સૂટ સ્ટાઈલ ડ્રેસ અને ગોલ્ડન હિલ્સમાં ગોર્જિયસ લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂરે તાજેતરમાં જ ફિલ્મ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ પુરુ કર્યુ છે. જેમાં તે ઈરફાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. સાથે જ કરીના કપૂર અક્ષયકુમાર સ્ટારર ગૂડ ન્યુઝમાં પણ કામ કરી રહ્યા છે.

kareena kapoor priyanka chopra dance india dance