કરીનાએ ઍરપોર્ટ પર લાઇનમાં આવવાને બદલે સીધી એન્ટ્રી મારી અને ટ્રોલ થઈ

14 April, 2026 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ઍરપોર્ટ પર લોકો પોતાના ટર્ન માટે લાઇનમાં ઊભા છે ત્યારે કરીના સીધી આગળ વધી જાય છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

હાલમાં કરીના કપૂરનો મુંબઈ ઍરપોર્ટનો એક વિડિયો સામે આવ્યો છે જેને જોઈને સોશ્યલ મીડિયામાં તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વિડિયોમાં કરીના એન્ટ્રી માટેની લાઇન તોડીને સીધી ઍરપોર્ટની અંદર પ્રવેશ કરતી જોવા મળે છે.

આ વિડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ઍરપોર્ટ પર લોકો પોતાના ટર્ન માટે લાઇનમાં ઊભા છે ત્યારે કરીના સીધી આગળ વધી જાય છે. એન્ટ્રી-પૉઇન્ટ બૂથ પર જઈને તે પોતાનો પાસપોર્ટ અને આઇડી બતાવે છે અને પછી અંદર પ્રવેશ કરી લે છે, જ્યારે અન્ય મુસાફરો લાઇનમાં રાહ જોતા રહે છે.

આ વિડિયો સામે આવતાં જ યુઝર્સે સોશ્યલ મીડિયા પર આવી VIP ટ્રીટમેન્ટ બદલ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ સેલિબ્રિટીઓને આપવામાં આવતી ફૅસિલિટીને સાવ ખોટી ગણાવી છે.

kareena kapoor mumbai airport viral videos entertainment news bollywood bollywood news bollywood gossips