કરીના કપૂર છે ૨૦૧૨ની વર્લ્ડની હૉટ ગર્લ

06 September, 2012 02:59 AM IST  | 

કરીના કપૂર છે ૨૦૧૨ની વર્લ્ડની હૉટ ગર્લ

મૅગેઝિનના સપ્ટેમ્બર મહિનાના અંકના કવર પર કરીના જાદુ વિખેરવાની છે. કરીનાનું કહેવું છે કે ‘મને સેક્સી અને હૉટ લાગવાનું પહેલેથી જ ખૂબ ગમે છે ને એમાંય જો ‘મૅક્સિમ’ જેવા સ્ત્રીની ખૂબસૂરતીની સાચી કદર કરનારા સર્વેમાં આ ખિતાબ મળે તો એથીયે વધુ સારું લાગે છે. હૉટ એ હોય જેને પોતાને ખબર હોય કે એક છોકરીએ પોતાની જાતને કઈ રીતે સાચવવી. એ માત્ર પાતળી કમર કે લાંબા પગ હોવા પૂરતું જ સીમિત નથી. હું ખૂબ ખુશ છું કે લોકોએ મને વિશ્વની સૌથી હૉટ ગર્લનો ખિતાબ આપ્યો. આ મારા માટે ખૂબ મોટાં કૉમ્પ્લીમેન્ટ્સ છે.’