ફરી જાહેરમાં જોવા મળ્યો કરણ કપૂર, આ વખતે સજોડે

09 March, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં થોડો સમય વિતાવ્યા બાદ ૧૯૮૮માં કરણ બ્રિટન શિફ્ટ થઈ ગયો અને ફોટોગ્રાફીમાં કરીઅર શરૂ કરી હતી.

કરણ કપૂર અને તેમની પત્ની

તાજેતરમાં રણધીર કપૂરના બર્થ-ડેમાં કરણ કપૂર જોવા મળ્યો હતો અને લોકોએ તેની નોંધ લીધી હતી. તે હવે ફરી પાછો મુંબઈમાં જોવા મળ્યો છે. જોકે આ વખતે તે ફૅમિલી ઇવેન્ટમાં નહીં પણ મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ‘ફૅન્ટમ ઑફ ધ ઑપેરા’ની ઓપનિંગ નાઇટમાં હાજરી આપવા પહોંચ્યો હતો. આ પ્રસંગે કરણ પત્ની લૉર્ના કપૂર સાથે જોવા મળ્યો હતો.

શશી કપૂર અને જેનિફર કપૂરના દીકરા કરણે ફિલ્મમેકર શ્યામ બેનેગલ દ્વારા લિખિત અને દિગ્દર્શિત ૧૯૮૭ની ફિલ્મ ‘જુનૂન’થી બૉલીવુડમાં શરૂઆત કરી હતી. બૉલીવુડમાં થોડો સમય વિતાવ્યા બાદ ૧૯૮૮માં કરણ બ્રિટન શિફ્ટ થઈ ગયો અને ફોટોગ્રાફીમાં કરીઅર શરૂ કરી હતી. આજે તેની ગણતરી વિશ્વના જાણીતા ફોટોગ્રાફર્સમાં થાય છે.

randhir kapoor happy birthday shashi kapoor bollywood bollywood news entertainment news