05 September, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાધા-કૃષ્ણની કથા પરથી મેગા ફિલ્મ બનાવવાનું કરણ જોહરનું પ્લાનિંગ
કરણ જોહર હવે રાધા-કૃષ્ણની દિવ્ય પ્રેમકથાને મોટા પડદા પર ઉતારવાની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં કૃષ્ણના જન્મથી લઈને કંસના વધ સુધીની સફર દર્શાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ધર્મા પ્રોડક્શન્સના બૅનર હેઠળ બનનારી આ ફિલ્મનું નામ ‘રાધા કૃષ્ણ’ રાખવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ હાલમાં ડેવલપમેન્ટના ઍડ્વાન્સ તબક્કામાં પહોંચી ગયો છે. જોકે ફિલ્મમાં રાધા અને કૃષ્ણના પાત્રમાં કોણ જોવા મળશે એ હજી નક્કી કરવામાં આવ્યું નથી.