કરણ જોહર તેના મેલ-ફીમેલ સ્ટાર્સને એકસમાન ફી આપે છે

15 October, 2019 06:14 PM IST  |  મુંબઈ ડેસ્ક

કરણ જોહર તેના મેલ-ફીમેલ સ્ટાર્સને એકસમાન ફી આપે છે

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) કરણ જોહરનું કહેવું છે કે તે તેના મેલ-ફીમેલ સ્ટાર્સને એકસમાન મહેનતાણું આપે છે. આ વિશે વિસ્તારમાં જણાવતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘ફિલ્મોના ઇકૉનૉમિક્સની એક મોટી સમજ એ છે કે ક્યારેક લોકો એને સમજી શકતા નથી. તેમને બિઝનેસ અને એની કાર્યપ્રણાલી સમજમાં નથી આવતી. લોકો એના વિશે અલગ-અલગ વક્તવ્યો આપે છે. હું પહેલી એવી વ્યક્તિ છું જે હંમેશાં યોગ્ય અને ન્યાયપૂર્ણ હોય એ રીતે પૈસા ચૂકવવા માગુ છું. હું એવું કરતો આવ્યો છું. જોકે મારું એમ પણ માનવું છે કે ફિલ્મોનું બજેટ અને જે ડેટા ડિજિટલ પ્લૅટફૉર્મ અને સૅટેલાઇટને વેચવામાં આવે છે એમાં ફરક હોય છે.’

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પુરુષો કરતાં મહિલા કલાકારો વધુ ફી મેળવવાને લાયક છે એવું જણાવતાં કરણ જોહરે કહ્યું હતું કે ‘એવી અનેક મહિલા કલાકારો છે જે પુરુષો કરતાં વધુ ફી મેળવવાની યોગ્યતા ધરાવે છે. એવા પુરુષો પણ છે જે પોતાની ટૅલન્ટ અને પોતાના કામને કારણે પૈસા રળે છે. હું સમાનતામાં વિશ્વાસ રાખું છું. હું એવા લોકોમાંથી છું જે હંમેશાં સમાનતાની વાત કરે છે. વાત જ્યારે પ્રેમ અને લોકોને પૈસા ચૂકવવાની આવે તો મોટો દૃષ્ટિકોણ રાખવો પડે છે.’

karan johar bollywood news bollywood bollywood gossips