જાહેરમાં કરણ જોહરની ઠેકડી ઉડાડી આ કૉમેડિયને, આખરે માફી માંગવાનો આવ્યો વારો

06 May, 2024 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Karan Johar On Kettan Singh: કૉમેડિયન કેતન સિંહનો વીડિયો જોઈ દુઃખી થયો કરણ જોહર

કરણ જોહર, કેતન સિંહ

ફિલ્મ નિર્માતા કરણ જોહર (Karan Johar) નું દિલ તૂટી ગયું છે. આ પાછળ જવાબદાર છે કૉમેડિયન કેતન સિંહ (Kettan Singh). કૉમેડિયને નિર્માતાની જોહેરમાં ટીવી પર મજાક ઉડાડી હતી, જે જોઈ કરણ જોહર ખુબ દુઃખી થયો હતો અને સોશ્યલ મીડિયા (Social Media) માં નારાજગી પણ વ્યક્ત કરી હતી. જોકે, આ બાદ કૉમેડિયન કેતન સિંહ (Karan Johar On Kettan Singh) એ કરણ જોહરની માફી માંગી છે.

રવિવારની રાત્રે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ શેર કરી, જેમાં એક ટીવી શોના પ્રોમો પર તેમની નિરાશા વ્યક્ત કરી. કરણ જોહરે આ પોસ્ટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેણે એક કોમેડિયનને અભદ્ર રીતે તેની નકલ કરતા જોયો. જોકે, તેણે શો કે કોમેડિયનનું નામ લીધું ન હતું. જો કે હવે આ કોમેડિયન પોતે આગળ આવીને કરણ જોહરની માફી માંગી છે.

કરણ જોહરે જણાવ્યું કે તે તેની માતા હિરૂ જોહર (Hiroo Johar) સાથે બેસીને ઘરે ટીવી જોઈ રહ્યો હતો. પછી એક શોનો પ્રોમો સામે આવ્યો, જેમાં તેની અપમાનજનક મિમિક્રી કરવામાં આવી હતી. આ વાતે કરણ જોહરને એટલો બધો પરેશાન કર્યો કે તેણે તેની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ લખી અને તેની નકલ કરનાર વ્યક્તિની નિંદા કરી. જોકે તેણે કોઈનું નામ લીધું ન હતું.

કરણ જોહરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘હું મારી માતા સાથે ટીવી જોઈ રહ્યો હતો અને મેં એક મોટી ટીવી ચેનલ પર એક રિયાલિટી કોમેડી શોનો પ્રોમો જોયો. એક કૉમેડિયન ખૂબ જ હાસ્યાસ્પદ રીતે મારી નકલ કરી રહ્યો હતો. હું ટ્રોલ્સ અને અજાણ્યા લોકો પાસેથી આ જ અપેક્ષા રાખું છું, પરંતુ જ્યારે તમારી પોતાની ઈન્ડસ્ટ્રીના લોકો અનાદર કરે, ૨૫ વર્ષથી વધુ સમયથી આ વ્યવસાયમાં રહેલી વ્યક્તિનો અનાદર કરે છે, ત્યારે તે આપણે જે સ્થાનમાં રહીએ છીએ તેના વિશે ઘણું કહી જાય છે. આ બાબતથી મને ગુસ્સો નથી આવતો તે માત્ર મને દુઃખી કરે છે.’

આ પછી કૉમેડિયન કેતન સિંહે એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં માફી માંગી અને કહ્યું છે કે, તેનો ઈરાદો ક્યારેય કરણ જોહરને દુઃખી કરવાનો નહોતો. કેતને કહ્યું કે, ‘હું કરણ (જોહર) સરની માફી માંગુ છું. સૌ પ્રથમ, હું જે પણ અભિનય કરું છું, કારણ કે હું કરણ જોહરને ધ કોફી શોમાં ખૂબ જોઉં છું, હું તેmના કામનો પ્રશંસક છું. મેં તેમની લેટેસ્ટ ફિલ્મ `રોકી ઔર રાની કી પ્રેમ કહાની` પાંચ થી છ વખત જોઈ છે. હું તેમના કામ અને તેમના શોનો મોટો પ્રશંસક છું. જો મારાં કાર્યોથી તેમને દુઃખ થયું હોય તો હું માફી માગવા માંગુ છું. તેmને દુઃખ પહોંચાડવાનો મારો ઈરાદો નહોતો. હું માત્ર દર્શકોનું મનોરંજન કરવા માંગતો હતો. પરંતુ જો મારાથી કંઇક ખોટું થાય તો હું તેમની માફી માંગુ છું.’

આગળ કેતન સિંહે કહ્યું કે કરણ જોહરે કદાચ આખો એપિસોડ જોયો નથી પણ માત્ર પ્રોમો જ જોયો છે. તેણે કહ્યું કે, હું એપિસોડ જોયા પછી લોકો અને કરણ સરની પ્રતિક્રિયા જોવા માંગુ છું. હું સાહેબનું અપમાન કરવા નથી માંગતો. ઘણા કલાકારો કરણ સરની નકલ કરતા નથી. હું થોડા વર્ષો પહેલા `ધ કપિલ શર્મા શો`માં આવું કરતો હતો. મેં પહેલીવાર `મેડનેસ મચાયેંગે` પર કર્યું હતું. માફી સિવાય હું બીજું કંઈ વિચારતો નથી.

નોંધનીય છે કે, આ મુદે એકતા કપૂર (Ekta Kapoor) કરણ જોહરના સપોર્ટમાં આવી છે. કરણ જોહરના ફેન્સ પણ આ મુદાની ચર્ચા કરી રહ્યાં છે.

karan johar koffee with karan ekta kapoor social media social networking site entertainment news bollywood bollywood news bollywood gossips