કપૂર બાપ-બેટાની એક ઇચ્છા પ્રેમ રોગની રીમેક બનાવવી

06 October, 2014 05:11 AM IST  | 

કપૂર બાપ-બેટાની એક ઇચ્છા પ્રેમ રોગની રીમેક બનાવવી


રશ્મિન શાહ

આ રીતે જોવા જઈએ તો જો ‘પ્રેમ રોગ’ની રીમેક બને તો દાદાની ફિલ્મમાં પપ્પાએ કરેલો રોલ દીકરો કરશે એવું કહી શકાય. ‘પ્રેમ રોગ’માં વિધવાવિવાહની વાત હતી અને પપ્પાની કેટલીક ફિલ્મમાંથી રણબીરને ‘પ્રેમ રોગ’નાં ઇમોશન્સ બહુ ગમે છે તો રણબીરના ફેવરિટ ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીને પણ ‘પ્રેમ રોગ’ ખૂબ ગમે છે. રિશી કપૂરે ‘મિડ-ડે’ સમક્ષ આ વાતની સહમતી પુરાવી હતી, પણ રીમેકવાળી વાત હજી કૉન્ક્રીટ નથી એવું પણ કહ્યું હતું.

વાત સાચી છે. કારણ કે રણબીરને અત્યારના તબક્કે કોઈ રીમેક ફિલ્મમાં કામ નથી કરવું એવું તે ઑફિશ્યલી કહી ચૂક્યો છે એટલે હાલને તબક્કે તો આ ફિલ્મની રીમેક પર કામ થાય એવી શક્યતા નથી, પણ ઍpર-ડિરેક્ટરના નજીકની એક વ્યક્તિના કહેવા મુજબ એટલું ચોક્કસ છે કે આર. કે. ફૅમિલી ઇમ્તિયાઝ અલી સાથે મળીને વહેલી તકે આ પ્રોજેp પર કામ કરશે ખરી. ઇમ્તિયાઝ અલી અત્યારે રણબીર અને દીપિકા પાદુકોણ સાથે ‘તમાશા’ બનાવી રહ્યા છે, પણ એના પ્રોડક્શન સાથે તે ‘પ્રેમ રોગ’ની રીમેક પર પણ કામ કરે છે.

‘પ્રેમ રોગ’ વિશે થોડું


૧૯૮૨માં રિલીઝ થયેલી ‘પ્રેમ રોગ’માં બળાત્કારનો ભોગ બનેલી વિધવા સાથે મૅરેજ અને બેસ્ટ ફ્રેન્ડને કરવામાં આવતા એકતરફી પ્રેમની વાત કહેવામાં આવી છે. ફિલ્મમાં રિશી કપૂર, પદ્મિની કોલ્હાપુરે, શમ્મી કપૂર, રઝા મુરાદ, તનુજા અને નંદા લીડ સ્ટાર હતાં. જાગીરદારની દીકરીની સાથે જ મોટા થયા પછી બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં તેની સમક્ષ પ્રેમનો એકરાર નહીં કરનારો દેવધર (રિશી કપૂર) વિધવા અને બળાત્કારનો ભોગ બનેલી મનોરમા (પદ્મિની કોલ્હાપુરે)ની લાઇફમાં નવા રંગ ભરવાનાં કામ કરે છે.‘બેસ્ટ ફ્રેન્ડ જ તમારો સાચો પ્રેમ’ની વ્યાખ્યા ઇમ્તિયાઝ અલીની તમામ ફિલ્મમાં જળવાયેલી રહી હોવાથી ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મની રીમેક ડિરેp કરવાની પણ બહુ ઇચ્છા છે.