14 November, 2022 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રિયા સરન અને કપિલ શર્મા
કપિલ શર્મા શ્રિયા સરન સાથે રોમૅન્સ કરતો દેખાયો હતો. એવું ન સમજતા કે તેનું અફેર ચાલી રહ્યું છે. આ તો તે પોતાના શો ‘ધ કપિલ શર્મા શો’માં શ્રિયા સરન સાથે ફોટો ક્લિક કરી રહ્યો હતો. શ્રિયા સરન ‘દૃશ્યમ 2’માં દેખાવાની છે. શ્રિયા સાથેનો ફોટો કપિલે શૅર કર્યો છે. એ ફોટોમાં બન્નેએ રોમૅન્ટિક પોઝ આપ્યો છે. શ્રિયા સાડીમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કપિલ શર્માએ કૅપ્શન આપી હતી, ‘સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ‘દૃશ્યમ 2’માં એક સુંદર રોમૅન્ટિક ગીત છે, જેમાં શ્રિયા સરન અને કપિલ શર્મા દેખાવાનાં છે.’