કપિલે ઇમોશનલ દૃશ્ય ભજવીને તમામને સરપ્રાઇઝ કરી દીધા

27 August, 2015 06:36 AM IST  | 

કપિલે ઇમોશનલ દૃશ્ય ભજવીને તમામને સરપ્રાઇઝ કરી દીધા


આ વિશે અબ્બાસભાઈ કહે છે, ‘એક ઇમોશનલ દૃશ્યમાં કપિલને દારૂ પીધેલી હાલતમાં બતાવવાનો હતો અને તેની સાથે જે ઘટના ઘટી હતી એ તેણે જણાવવાની હતી. પાંચ પેજના ડાયલૉગનું આ એક દૃશ્ય હતું. અમે કપિલને આ દૃશ્યના પ્રેપરેશન માટે બોલાવ્યો હતો અને આ દૃશ્યનું શૂટિંગ શેડ્યુલ રાત્રે આઠ વાગ્યાનું રાખવામાં આવ્યું હતું. અમે ફિલ્મના યુનિટ માટે ડિનર, લેટ નાઇટ સ્નૅક્સ અને મૉર્નિંગ માટે નાસ્તાનો ઑર્ડર આપી દીધો હતો. સેટ પર લાઇટિંગ થઈ ગયા બાદ અમે રાત્રે આઠ વાગ્યાની આસપાસ શૂટિંગ ચાલુ કર્યું હતું. અમે કપિલને માર્કિંગ્સ અને કૅમેરાની મૂવમેન્ટ વિશે જણાવી દીધું હતું. શૂટ શરૂ કરવામાં આવ્યું અને અમે બધા સરપ્રાઇઝ થઈ ગયા હતા, કારણ કે અમે સાડાનવ સુધીમાં પૅકઅપ પણ કરી લીધું હતું. કપિલે પાંચ પેજના ડાયલૉગનું દૃશ્ય એક જ ટેકમાં પૂર્ણ કર્યું હતું. તેણે બીજા ટેક માટે કહ્યું હતું, પરંતુ અમે તેના પહેલા ટેકથી જ સંતુષ્ટ હતા એથી અમે બીજા ટેક માટે ના પાડી હતી.’

આ દૃશ્ય ભજવવા વિશે કપિલે જણાવ્યું હતું કે તેણે તેના મૃત્યુ પામેલા પિતાને આ દૃશ્ય ભજવવા માટે યાદ કર્યા હતા અને તેમને આટલાં વર્ષથી મિસ કરી રહ્યો હોવાના દર્દને કારણે તેને ગ્લિસરિનની જરૂર નહોતી પડી.

કપિલ સિવાય અન્ય કોઈ કલાકાર વિશે અમે વિચાર્યું નહોતું : અબ્બાસ-મસ્તાન

‘કિસ કિસકો પ્યાર કરું’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહેલા કપિલ શર્મા વિશે ડિરેક્ટર્સ અબ્બાસ-મસ્તાન કહે છે કે આ ફિલ્મ માટે તેમના મગજમાં ફક્ત કપિલ જ આવ્યો હતો. આ વિશે વધુ જણાવતાં અબ્બાસ-મસ્તાન કહે છે, ‘ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું’ની ãસ્ક્રપ્ટ માટે અમને કપિલ સિવાય અન્ય કોઈ પણ સ્ટારનો વિચાર નહોતો આવ્યો. અમને જ્યાં સુધી કપિલે આ ફિલ્મ માટે હા ન પાડી ત્યાં સુધી અમે ãસ્ક્રપ્ટ પર કામ આગળ નહોતું વધાર્યું. અમે કપિલની પૉપ્યુલરિટી જોઈ છે અને અમને વિfવાસ હતો કે તેના સિવાય આ પાત્રને કોઈ ન્યાય ન આપી શકે. અમે એક નવા ચહેરા સાથે ફિલ્મ બનાવી હતી જે શાહરુખ ખાનની હતી અને આજે તે એક સ્ટાર છે અને હવે અમે કપિલ સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છીએ. અમે ફક્ત તેને ફિલ્મમાં પસંદ કર્યો છે. હવે તે કેટલો આગળ વધે એ તેના નસીબ પર છે. એ અમારા હાથમાં નથી. અમે આ ફિલ્મને કોઈ મોટા સ્ટાર કે નવા ચહેરા સાથે બનાવવા નહોતા માગતા અને લોકો કપિલને હીરો તરીકે જોવા માટે પણ ખૂબ જ ઉત્સુક છે. આ ફિલ્મમાં કૉમેડીની સાથે ફિલ્મની સ્ટોરી પણ સારી છે, જેને દર્શકો પસંદ કરશે અને આ ફિલ્મને એક એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ કહેશે. શરૂથી લઈને અંત સુધી આ એક ફૅમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે.’

ફિલ્મમાં કપિલની સાથે અરબાઝ ખાન, મંજરી ફડનીસ, સિમરન કૌર મુંડી, એલી અવરામ, સાંઈ લોકુર, જૅમી લીવર અને વરુણ શર્મા જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મને પચીસ સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.