કૉમેડી કિંગ કપિલ શર્મા બીજી વાર પિતા બન્યા, આજે સવારે દીકરાને આવકાર્યો

01 February, 2021 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કૉમેડી કિંગ કપિલ શર્મા બીજી વાર પિતા બન્યા, આજે સવારે દીકરાને આવકાર્યો

કપિલ શર્મા અને ગિન્ની ચતરથ - તસવીર - યોગેન શાહ

કોમેડીના કિંગ તરીકે ઓળખ ખડી કરનારા કપિલ શર્મા (Kapil Sharma)ને ત્યાં સારા સમાચાર છે. તે ફરી એકવાર પિતા બન્યો છે. આજે એટલે કે 1 લી ફેબ્રુઆરીએ (1st February, 2021) તેમને ત્યાં દીકરો જન્મ્યો છે. કપિલ શર્માની પત્ની ગિન્નીએ (Ginni) પુત્રને જન્મ આપ્યો છે અને કપિલે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. જે ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ટ્વીટમાં કોમેડિયન કપિલ શર્માએ એવી પણ માહિતી આપી છે કે, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલ જ કોમિડી કિંગે 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) બીજા પુત્રને આવકારવા માટે ઓફએર કર્યો હતો.

કપિલ શર્મા સવારે આજે સોમવારે સવારે 5.30 કલાકે ટ્વિટ કરીને લખ્યું કે, નમસ્તે, આજે સવારે અમને ભગવાનના આશીર્વાદના રૂપે એક પુત્ર મળ્યો છે. ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે બધાનો આભાર. ગિન્ની અને કપિલ. આ સાથે જ કપિલે #gratitude પણ લખ્યું છે.

કપિલ શર્માની પુત્રી અનારયા 10 ડિસેમ્બરે એક વર્ષની થઇ છે.કપિલ અને ગીન્નીએ ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા, ગિન્ની ગર્ભવતી હોવાના સમાચાર જુલાઈમાં બહાર આવ્યા હતા. કપિલ દ્વારા પાછળથી તેની પુષ્ટિ કરવામાં આવી હતી.

કપિલનો શૉ ઑફ એર થયો ત્યારે ઘણી ચર્ચાઓ થઇ હતી પણ તેણે પોતે જ હવે જણાવી દીધું કે તેની પત્નીની પ્રેગનેન્સીને કારણે તેરે શૉ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. 

comedy nights with kapil kapil sharma television news entertainment news