મોતને ભેટ્યા કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ, આત્મહત્યા કરી ટૂંકાવ્યું જીવન

23 April, 2023 08:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સંપત જે રામે મોતને ભેટ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી છે

પ્રતીકાત્મક તસવીર

કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ (Sampat J Ram)નું નિધન થયું છે. સમાચાર મુજબ સંપત જે રામે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. 35 વર્ષની વયે સંપત જે રામના અવસાનથી દરેક જણ આઘાત અને નિરાશ છે. સંપત જે રામના નિધનના સમાચાર સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 22 એપ્રિલે કન્નડ ટીવી ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર સંપત જે રામે મોતને ભેટ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે સંપત જે રામે કર્ણાટકના નેલમંગલા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંપત જે રામ તેમના અંગત જીવનમાં સમસ્યાઓના કારણે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા. કન્નડ ટીવી એક્ટર સંપત જે રામ પોતાની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ અને સતત કામ ન મળવાને કારણે ખૂબ જ પરેશાન હતા.

આ કારણે જીવનથી કંટાળીને સંપત જે રામે શનિવારે આત્મહત્યા કરી લીધી હતી. જો કે હજુ સુધી આ મામલે સંપત જે રામના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સંપત જે રામના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ટ્રોલ કરનારાઓને શાને આપ્યો જડબાતોડ જવાબ

સંપત જે રામના નિધનના સમાચારે કન્નડ સિનેમા જગતને હચમચાવી દીધું છે. કન્નડ ટીવી સીરિયલ `અગ્નિસાક્ષી`માં સંપત જે રામે પોતાના અદ્ભુત અભિનયથી સૌના દિલ જીતી લીધં હતાં. સમાચાર મુજબ કામની અછતને કારણે કન્નડ અભિનેતા આર્થિક તંગીના કારણે બહુ પરેશાન હતા, જેના કારણે સંપત જે રામે જીવન ટૂંકાવવા જેવુ પગલું ભર્યું છે.

entertainment news bollywood news