આખરે કનિકા કપૂરે મૌન તોડયું, ડિસ્ચાર્જ બાદ લખનઉ પોતાના ઘરે જ છે

26 April, 2020 05:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આખરે કનિકા કપૂરે મૌન તોડયું, ડિસ્ચાર્જ બાદ લખનઉ પોતાના ઘરે જ છે

કનિકા કપૂર

છેલ્લા થોડાક સમયમાં કનિકા કપુર બહુ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ગાયિકા લંડનથી પાછી ફરી ત્યારબાદ તેનો કોરોના વાયરસ (COVID-19)નો ટેસ્ટ પોઝેટિવ આવ્યો હતો. એક કે બે વાર નહીં પણ ચાર વાર તેનો ટેસ્ટ પૉઝેટીવ આવ્યો હતો. દરમ્યાન તેના પરિવારના સભ્યો સતત તેના સંપર્કમાં હતા. પરંતુ ગાયિકાએ કોઈપણ બાબતની સ્પષ્ટતા નહોતી કરી. કારણકે તેને અપેક્ષા નહીં હોય કે તેના પૉઝેટીવ ટેસ્ટ ચર્ચાનો વિષય બનશે અને આખી દુનિયામાં તેના મિમ્સ પણ બનશે. પણ આખરે ગાયિકાએ મૌન તોડયું અને બોલી કે તે આટલા સમયથી ચુપ શા માટે રહી હતી.

કનિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક લાંબોલચક પોસ્ટ લખીને લોકોની બોલતી બંધ કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, મને ખબર છે કે મારી સ્ટોરીના ઘણા બધા વર્ઝન ફરી રહ્યાં છે. કેટલાક લોકોને બળતરા થાય છે કારણકે હું અત્યાર સુધી ચુપ રહી. હું ચુપ એટલે નથી રહી કે હું ખોટી હતી. પરંતુ બધી જ માહિતિ હોવા છતા ગેરસમજ થઈ છે અને ખોટી અફવાઓ ફેલાવાવામં આવી છે.

કનિકાએ આગળ અમુક હકીકત શેર કરતા લખ્યું કે, અમુક ફેક્ટ્સ તમારી સાથે શેર કરવા છે. હું હાલ લખનઉમાં ઘરે છું અને મારાં માતાપિતા સાથે સમય વિતાવી રહી છું. લંડન, મુંબઈ અને લખનઉમાં હું જેટલા લોકોના સંપર્કમાં આવી હતી તેમાંના કોઈપણ લોકોને કોરોનાના લક્ષણ ન હતા અને એ તમામના રિપોર્ટ્સ પણ નેગેટિવ આવ્યા છે. હું યુકેથી મુંબઈ 10 માર્ચે આવી અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મારું ડયુઅલી સ્ક્રીનિંગ થયું હતું. એ દિવસે કોઈ એવી એડવાઈઝરી રિલીઝ થઇ ન હતી કે મારે પોતાને ક્વોરન્ટીન કરવાની જરૂર છે. યુકે ટ્રાવેલ એડવાઈઝરી 18 માર્ચના રિલીઝ થઇ હતી. ત્યારે મારી તબિયત એકદમ સારી હતી અને મેં પોતાને ક્વોરન્ટીન કરી ન હતી. હું પરિવારને મળવા 11 માર્ચે લખનઉ આવી. ત્યાં ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ માટે સ્ક્રિનિંગનું કોઈ સેટઅપ નહોતું. 14 અને 15 માર્ચે મે એક મિત્રને ત્યા લંચ અને ડિનરમાં હાજરી આપી. મે કોઈ જ પાર્ટી હોસ્ટ નહોતી કરી અને મારી તબિયત પણ સ્વસ્થ હતી. 17 અને 18 માર્ચે મને લક્ષણો જણાતા પરિક્ષણ કરાવવાનું કહરેવામાં આવ્યું હતું. 19 માર્ચે ટેસ્ટ કરાવ્યો અને મને 20 મર્ચે ખબર પડી કે મારો ટેસ્ટ પૉઝેટિવ છે. ત્યારબાદ હું હૉસ્પિટલમાં હતી. પછી સતત ત્રણ ટેસ્ટ નેગેટીવ આવ્યા ત્યારે મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારથી લઈને 21 દિવસ સુધી હું ઘરમાં જ છું. કનિકાએ ડૉક્ટર્સ અને નર્સનો પણ આભાર માન્યો છે અને એવું પણ લખ્યું કે, માણસ પર ગમે એટલી નેગેટિવિટી થોપો પરંતુ સત્ય બદલાવવાનું નથી.

કનિકાએ બધાને ઘરે રહેવાની અને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips kanika kapoor