કંગના રનોટને લાગ્યો યોગનો નાદ

29 December, 2014 05:28 AM IST  | 

કંગના રનોટને લાગ્યો યોગનો નાદ



આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરથી હરિયાણા અને દિલ્હીમાં શરૂ થયું હતું અને સવારે છ વાગ્યે તમામ કલાકારો સેટ પર આવી જતા હતા. સામાન્ય રીતે હિરોઇનો આટલી વહેલી આવે નહીં, પણ કંગના તો એકદમ વહેલી ઊઠીને પહેલાં યોગ કરતી હતી અને સેટ પર ટાઇમ પહેલાં આવી જતી હતી અને આખો દિવસ શૂટિંગમાં વ્યસ્ત રહેતી હતી. આને કારણે નવેમ્બરથી જાન્યુઆરી સુધી થનારું આ શૂટિંગ ક્રિસમસ પહેલાં જ પૂરું થયું હતું અને આ ફિલ્મ બનાવી રહેલા આનંદ કે. રાય પણ એને કારણે ખુશ થઈ ગયા હતા.