કંગના કરી રહી છે ગૅન્ગસ્ટરનો રોલ કરવાની તૈયારી

08 November, 2012 08:24 AM IST  | 

કંગના કરી રહી છે ગૅન્ગસ્ટરનો રોલ કરવાની તૈયારી



કંગના રનૌત હાલમાં પોતાની એક આગામી ફિલ્મ માટે ગૅન્ગસ્ટરનો રોલ ભજવવાની તૈયારી કરી રહી છે.

આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘તાજેતરમાં આ ફિલ્મ માટે કંગનાને સાઇન કરવામાં આવી છે. બદલો લેવાની વાર્તાવાળી આ ફિલ્મમાં કંગના ગૅન્ગસ્ટરનો રોલ ભજવી રહી છે અને ગન ચલાવતી જોવા મળશે. કંગનાએ આ પહેલાં ડાર્ક શેડવાળા અને કૉમેડી એમ બન્ને પ્રકારના રોલ કર્યા છે અને તે હવે આ રોલથી નવો પ્રયોગ કરવા માગે છે.’

નોંધનીય છે કે આ ફિલ્મમાં પહેલાં સર્જકો તબુને સાઇન કરવા માગતા હતા, પણ તેણે આ રોલ માટે ના પાડતાં પછી તેમણે આના માટે કંગનાની પસંદગી કરી છે. આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર સાંઈ કબીરે આ પહેલાં સંજય દત્ત અભિનીત ‘લમ્હા’ના સંવાદો લખ્યા છે તેમ જ શાહિદ કપૂર અને વિદ્યા બાલન અભિનિત ‘કિસ્મત કનેક્શન’નો સ્ક્રીનપ્લે પણ લખ્યો છે.