કંગનાએ હરિયાણવી ભાષા શીખવાનું શરૂ કર્યું

24 October, 2014 05:31 AM IST  | 

કંગનાએ હરિયાણવી ભાષા શીખવાનું શરૂ કર્યું

તો બીજી બાજુ કંગના રનોટે ડિરેક્ટર આનંદ રાયની ‘તનુ વેડ્સ મનુ’ની સીક્વલમાં હરિયાણાની ઍથ્લીટના રોલ માટે હરિયાણવી ભાષા શીખવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મમાં કંગના પહેલી વાર ડબલ રોલમાં જોવા મળશે; એક મનુની વાઇફના રોલમાં અને બીજા હરિયાણાની ઍથ્લીટના રોલમાં. હરિયાણવી શીખવા માટે કંગનાએ હરિયાણાની સુનીતા શર્મા નામની એક છોકરીને રોકી છે જેની સાથે મળીને કંગના ફિલ્મના સેટ પર પોતાના ફ્રી ટાઇમમાં હરિયાણવી શીખવાનો પ્રયત્ન કરતી હોય છે.