સંજય રાઉતે કંગનાને કહી નોટી ગર્લ, હરામખોર શબ્દનો સમજાવ્યો આ અર્થ...

07 September, 2020 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

સંજય રાઉતે કંગનાને કહી નોટી ગર્લ, હરામખોર શબ્દનો સમજાવ્યો આ અર્થ...

સંજય રાઉત VS કંગના રણોત

કંગના (Kangana Ranaut) રણોત અને શિવસેના (Shiv sena Leader Sanjay Raut) નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. હકીકતે સંજય (Sanjay Raut) રાઉતે એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં કેન્દ્ર (Central Government) સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની (Image of Maharashtra) છબિ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમણે મુંબઇ (Mumbai Police) પોલીસને ક્રેડિટ આપતાં કહ્યું કે મુંબઇ પોલીસને કારણે બોલીવુડ (Bollywood) માંથી અંડરવર્લ્ડ (Underworld)નો સફાયો થયો છે.

'પોલીસે બોલીવુડમાંથી અંડરવર્લ્ડનો કર્યો સફાયો'
સંજય રાઉતે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તો 100 વર્ષ જૂની છે, ક્યારેય કોઇએ એમ નથી કહ્યું કે તેમને મુંબઇમાં અસુરક્ષિત અનુભવાયું હોય. એક છોકરીના કહી દેવવાથી મુંબઇ પોલીસ ખરાબ નથી થઈ જતી. આ મુંબઇ પોલીસ જ છે જેણે શહેરને અંડરવર્લ્ડથી છૂટકારો અપાવ્યો છે.

મારા નિવેદનનું કરાયું અયોગ્ય અર્થઘટન
સંજય રાઉતે એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે મારા કહેવાનો અયોગ્ય અર્થ તારવવામાં આવ્યો છે. કંગના નોટી છે થોડી, મેં જોયા છે તેના નિવેદન વગેરે. ઘણી વાર આમ કહેતી હોય છે. કંગના નૉટી ગર્લ છે. મારી ભાષામાં હું તેને બેઇમાન કહેવા માગતો હતો અને એવું કહેવા માટે અમે તે (હરામખોર) શબ્દનો ઉપયોગ કરીએ છીએ.

કંગના વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર, કો કેન્દ્ર સરકારે આપી સુરક્ષા
મુંબઇમાં અસુરિત અનુભવ કરવાના કંગનાના નિવેદનને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે કંગનાને હવે મુંબઇમાં રહેવાનો કોઇ અધિકાર નથી. તેમણે કહ્યું કે જે રીતે કંગનાએ મુંબઇ પોલીસ પ્રત્યે અવિશ્વાસ દર્શાવ્યો છે તેમની બદનામી કરી છે, તેના પછી હવે તેને અહીં રહેવાનો કોઇ અધિકાર નથી.

મુંબઇ પોલીસ પર કરવામાં આવેલી ટિપ્પણી અને આ મુદ્દે શરૂ થયેલા રાજકારણ વચ્ચે કંગના રણોતની સુરક્ષા વધારવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી તેને Y સિક્યોરિટીની સુરક્ષા આપવામાં આવી છે. હકીકતે કંગનાએ અહીં સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું અને બીજી તરફ તેને મહાનગરીમાં એન્ટ્રી બાબતે ધમકીઓ મળવા લાગી. સુશાંત સિંહ રાજપૂતના નિધનને લઇને કંગનાએ મુંબઇ પોલીસ પર અવિશ્વાસ દર્શાવ્યો હતો.

kangana ranaut sanjay raut bollywood bollywood gossips bollywood news mumbai police